મધ્યપ્રદેશઃ રાજ્યના શહડોલ જિલ્લાના બ્યૌહારી પોલીસ સ્ટેશનથી લગભગ 15 કિલોમીટર દૂર બુઢવા રોડ પર આવેલા પપરેડી ગામમાં એક મોટી ઘટના બની હતી. જ્યાં ખાણમાંથી માટી ખસકી હતી. ભેખડ ધસતા 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને જ્યારે 4 લોકો ઘાયલ થયા હતા. વહીવટી કર્મચારીઓ અને પોલીસદળ મોટી સંખ્યામાં ત્યાં હાજર છે. હાલ બચાવ કામગીરી ચાલુ છે. ખોદકામ દરમિયાન 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા અને એક ઘાયલનું હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ મોત નીપજ્યું હતું.
6 કામદારોના મોત, 4 ઘાયલ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, જિલ્લાના બ્યૌહારી બ્લોકના બુઢવા રોડના પાપરેડી ગામમાં ખોદકામ કરાયેલી ખાણમાં માટી ધરાશાયી થઈ હતી. જ્યાં ખાણમાંથી માટી કાઢનારા કામદારો ફસાઈ ગયા હતા. જેમાંથી 6 મજૂરનાં મોત નીપજ્યાં હતાં, અને આશરે 4 કામદારો ઘાયલ થયાં હતાં.
વહીવટી તંત્ર ઘટના સ્થળે
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્ર હાજર થઈ ગયું હતું. વહીવટી તંત્ર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યું છે. લગભગ 12 જેટલા લોકો ફસાયાની આશંકા છે.
મોટી સંખ્યામાં લોકો એકઠા થયા
ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. આ ઘટનાથી દરેક લોકો હેરાન થઈ ગયા હતા. વિસ્તારમાં ભયનો માહોલ છે અને વહીવટી તંત્ર સામે આક્રોશ પણ છે.