નવી દિલ્હીઃ લોકડાઉનના ચોથા તબક્કાના પહેલા દિવસે જ દિલ્હીમાં કોરોનાગ્રસ્ત લોકોનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 500 લોકો કોરોનાથી પ્રભાવિત થયાં છે. આ સાથે શહેરમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 10554 પર પહોંચી ગઈ છે.
સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર વધી રહ્યો છે. દેશના તમામ રાજ્યમાં લોકો કોરોના વાઈરસથી પીડાઈ રહ્યાં છે. રાજધાની દિલ્હીમાં પણ દિન પ્રતિદિન કોરોનાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે દિલ્હીમાં 24 કલાકમાં 500 લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે. તેેમજ 6 લોકોના મોત થયાં છે. આ સાથે જ શહેેરમાં કુલ મૃત્યુઆંક 166 પર પહોંચ્યો છે.
જોકે બીજી તરફ કેટલાક દર્દીઓ કોરોનાને માત આપી સાજા પણ થયાં છે. સોમવારે 265 લોકોએ કોરોના સામે જંગ લ઼ડી ઘરે પરત ફર્યા હતાં. આ સાથે જ કોરોનાને માતઆપનાર લોકોની સંખ્યા 4750 થઈ છે. હાલ દિલ્હીમાં કોરોનાના 5638 પોઝિટિવ કેસ છે.
અત્યાર સુધી કોરોનાને લીધે 166 લોકોના મોત થયાં છે. જેમાંં 87 ઘરડા લોકો હતાં. દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં હાલ જેટલા પણ કોરોના દર્દીઓ છે તેમાંથી 158 આઇસીયુમાં છે, જ્યારે 16 વેન્ટિલેટર પર છે. દિલ્હીમાં કન્ટેઈન્ટમેન્ટ ઝોનની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જ્યારે છેલ્લા ઘણા દિવસોથી કોઈ નવા હોટસ્પોટ્સની ઓળખ પણ થઈ નથી. હાલ આખી દિલ્હીમાં 70 કન્ટેનમેન્ટ ઝોન છે.