રવિવારની બપોરે ત્રણ વાગ્યાની આસપાસ શિવાની રમતી હતી ત્યારે પોતાના ખેતરમાં આવેલા બોરવેલના ખાડામાં પડી ગઇ હતી. ઘરના લોકોએ લગભગ બે કલાક પછી યુવતીની શોધખોળ શરૂ કરી, પરંતુ તે ક્યાંય મળી ન હતી. લગભગ પાંચ કલાક પછી બાળકીની ખબર પડી કે તે બોરવેલમાં પડી ગઈ છે.
બચાવ કાર્યમાં લાગી ટીમ
ત્સારબાદ પરીવારજનોએ તુંરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ અને એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વહીવટ અને એનડીઆરએફ ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. બોરવેલથી થોડે દૂર જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જો કે સતત રેતી પડવાથી બચાવ કાર્યમાં અડચણ આવી રહ્યું છે.
બાળકીને માતાનો અવાજ સંભળાવ્યો
માતાનો અવાજ રાત્રે બોરવેલમાં રેકોર્ડ કરીને મોબાઇલ મારફતે મોકલવામાં આવ્યો જેથી માસૂમ બાળકી આ ભયંકર ભયનો સામનો કરી શકે. હરિયાણામાં આ પહેલો કિસ્સો નથી જ્યારે કોઈ બાળક બોરવેલમાં પડ્યું હોય, આ પહેલાં પણ ઘણા બાળકો પડી ગયા છે. તેમ છતા હજી પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે.