ઝારખંડ: ધનબાદ જિલ્લાના ગોવિંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જીટી રોડ બરવા વિસ્તારમાં આવેલા ખુડિયા પુલ પર મંગળવારે સવારે એક કાર બેકાબૂ બની 50 ફૂટ ઉંડા ખાડામાં પડી હતી. જેમાં ઘટના સ્થળે જ 5 લોકોના મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ મૃતકોને કારમાંથી કાઢી પોસ્ટ મોર્ટમ માટે PMCH ધનબાદ મોકલવામાં આવ્યા હતા.
કાર ગોવિંદપુરથી બંગાળ તરફ જઇ રહી હતી. કારમાં બધા લોકો બંગાળના રહેવાસી હતા. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી. મૃત્યુ પામેલા લોકોમાં એક મહિલા, એક બાળક સહિત કુલ 5 લોકોનો સમાવેશ થાય છે.
આ બનાવની માહિતી મળ્યા બાદ પોલીસ કાફલા સાથે ગોવિંદપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુરેન્દ્રસિંહ અને સ્થાનિક લોકોની મદદથી કારમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.