નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા 445 હતી, પરંતુ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સમુદાય સંક્રમણ નથી. કોઈ ચિંતા ન કરે.
તેમણે કહ્યું હતું કે, 'ત્યાં સ્થાનિક ટ્રાન્સમિશનના 40 કેસ હતા, જ્યારે મોટાભાગના અન્ય દર્દીઓ કાં તો વિદેશી મુસાફરો હતા, અથવા તો તાજેતરમાં નિઝામુદ્દીન મરકઝથી બહાર આવેલા લોકો હતા.'
"મરકઝથી ખાલી કરાયેલા આશરે 2000 લોકોને આગલા 2થી 3દિવસમાં વાઈરસનું પરીક્ષણ કરવામાં આવશે. જો કે, પરિસ્થિતી જોતા દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે."
તેમણે કહ્યું હતું કે, કોરોના વાઈરસને કારણે દિલ્હીમાં મૃત્યુ પામેલા છ લોકોમાં, પાંચની ઉમર 60 વર્ષથી ઉપરની હતી અને તેમને એક અથવા બીજી ગંભીર બિમારી હતી.