અમૃતસર: અમૃતસરની સિવિલ હોસ્પિટલ દ્વારા જણાવામાં આવ્યું કે, સિંહના મતૃદેહને સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેના પરિવારને સોંપવામાં આવશે.
તબીબોએ જણાવ્યું કે, ફ્લાઇટના ઉતર્યા બાદ મુસાફરને એરપોર્ટની નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
જોકે તેમના મોતનું ચોક્કસ કારણ હજું સામે નથી આવ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ જાણવા મળશે. તેમણે વધુમાં કહ્યું કે, મૃતકના પરિવારના જણાવ્યા મુજબ, ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન સિંઘને છાતીમાં અચાનક દુખાવો થયો હતો અને ત્યારબાદ એરપોર્ટના અધિકારીઓને આ વિશે જણાવામાં આવ્યું હતું. ફ્લાઇટ લેન્ડ થતાં પહેલાં એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી.
ફ્લાઇટના લેન્ડિંગ પછી તરત જ, પરિવારના સભ્યોએ તેમને એમ્બ્યુલન્સમાં એરપોર્ટ નજીક એક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સિંહને મૃત જાહેર કરાયો હતો.