ઉત્તર પ્રદેશઃ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય સચિવ ગૃહ અવસ્થિએ કહ્યું કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ શ્રમિક પગપાળા, સાયકલ અથવા ટુ વ્હીલર પર ન જવો જોઈએ. બધા કામદારો સલામત પાછા ફરવા જોઈએ. તે સુનિશ્ચિત કરવું જોઈએ કે દરેક શ્રમિકને બસ અને ટ્રેન દ્વારા તેમના ઘરે સલામત રીતે મોકલવામાં આવે છે. ઉત્તર પ્રદેશની 318 ટ્રેનમાંથી અત્યાર સુધીમાં 3 લાખ 84 હજાર કામદારો લાવવામાં આવ્યાં છે. ઉત્તર પ્રદેશ સરકાર ટ્રેનનું ભાડુ ચૂકવી રહી છે. રાજ્યમાં ગુજરાતમાંથી 17 ટ્રેન, મહારાષ્ટ્રથી 174, કર્ણાટકથી 51, પંજાબથી 12 ટ્રેન આવી છે.
અવસ્થીએ કહ્યું કે, દેશમાં સૌથી વધુ પરપ્રાંતીય કામદારો ઉત્તર પ્રદેશમાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 3 લાખ 84 હજાર 260 કામદારો 318 ટ્રેનોમાંથી આવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવતી ટ્રેનમાં કામદારોના ભાડાનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.
જો કોઈ કામદારને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તે તેની સમસ્યા મુખ્યપ્રધાન હેલ્પલાઈન નંબર 1076 પર નોંધણી કરાવી શકે છે. જેનું યોગ્ય નિવારણ કરવામાં આવશે.