અધિકારીઓએ આજ રોજ માહિતી આપતા જણાવ્યું કે, કુપવાડા જિલ્લાના તંગધારમાં મંગળવારે બપોરના સમયે સેનાની એક ચોકી હિમસ્ખલનની ઝપેટમાં આવી ગઇ હતી. જેમાં ઓછામાં ઓછા 2 જવાન ફસાયા હોવાની માહિતી સામે આવી છે.
આ ઘટનાને લઇને રાહત બચાવ કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી. પરંતુ, ખરાબ હવામાનને કારણે કામગીરીને પણ સ્થગિત કરવી પડી હતી. પરંતુ, બુધવારે એટલે કે આજે સવારે બચાવ કામગીરી ફરી શરૂ કરી હતી.
અન્ય એક ઘટનામાં બાંદીપુરા જિલ્લામાં ગુરેજ સેક્ટરના દાવર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હિમસ્ખલનની ઝપેટમાં આવતા 2 જવાન ફસાયા હતા.
મળતી માહિતી મુજબ આ બંને ઘટનાઓને લઇને હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.