ETV Bharat / bharat

ભોપાલમાં ભેખડ ઘસી પડતા 4 બાળકોના મોત, 2ની હાલત ગંભીર - Madhya Pradesh Chief Minister Shivraj Singh Chauhan

ભોપાલના સુખી સેવાનીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જમીનનું ખોદકામ કરવા ગયેલા 6 બાળકો પર ભેખડ ઘસી પડતા આકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 4 બાળકોના મોત થયા હતા. મુખ્યપ્રધાને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને પિડિત પરિવારને 4-4 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

bhopal news
bhopal news
author img

By

Published : Nov 9, 2020, 3:33 PM IST

  • ભોપાલમાં ભેખડ ઘસી પડતા 4 બાળકોના મોત
  • ભેખડ ધસી પડવાની ઘટનામાં 2ની હાલત ગંભીર
  • મુખ્યપ્રધાને કરી 4 લાખની સહાયની જાહેરાત

મધ્યપ્રદેશઃ ભોપાલના સુખી સેવાનીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જમીનનું ખોદકામ કરવા ગયેલા 6 બાળકો પર ભેખડ ઘસી પડતા આકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 4 બાળકોના મોત થયા હતા. મુખ્યપ્રધાને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને પિડિત પરિવારને 4-4 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

મુખ્યપ્રધાને ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો
મુખ્યપ્રધાને ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો

ગામના 7 બાળકો માટી ખોદવા ગયા

સુખી સેવાનીયા પોલીસ મથક વિસ્તારમાં આવેલા બરખેડી ગામના સાત બાળકો ગામની નજીક માટી ખોદવા ગયા હતા. જમીન ખોદકામ કરતા સમયે ભેખડ ઘસી પડી હતી. આ ઘટનામાં 6 બાળકો દટાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાની સાથે ગામલોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ બાળકોને જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

તાત્કાલિક તમામ બાળકોને હમીદિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં તબીબોએ 4 બાળકોને મૃત જાહેર કર્યા હતા. જેમાં 3 છોકરીઓ અને એક છોકરાનો સમાવેશ છે. આ સિવાય 2 બાળકોની હાલત સ્થિર છે. જેની સારવાર ચાલી રહી છે. આ બધા બાળકો 7 થી 9 વર્ષના છે.

મુખ્યપ્રધાને ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો

આ ઘટના બાદ ભોપાલ કલેક્ટરે મૃતક બાળકોના પરિવારને ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. સાથે કલેક્ટરે કહ્યું કે ભોપાલમાં બે બાળકોની સારવાર હમિદિયા હોસ્પિટલમાં ચાલુ છે અને તેમની સ્થિતિ સ્થિર છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ બાળકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.