મહારાષ્ટ્ર: પાલઘર મોબ લિંચિંગની ઘટના સંદર્ભે પોલીસ સ્ટેશનના 35 જેટલા પોલીસ જવાનોની બદલી કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ પાલઘર ઘટનાની તપાસ NIAને સોપવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ તેમની બદલી કરવામાં આવી છે, જેમાં એક ટોળા દ્વારા ત્રણ લોકોને મારી નાખવામાં આવ્યા હતા.
મુંબઈ સ્થિત વકીલ ઘનશ્યામ ઉપાધ્યાયે દાખલ કરેલી અરજીમાં કેન્દ્ર સરકાર અને પાલઘર પોલીસ અધિક્ષક (એસપી)ને પણ તપાસ હાથ ધરવા માટે જણાવાયું છે. પાલઘર પોલીસે મોબ લિંચિંગ મામલે 9 કિશોરો સહિત આશરે 110 લોકોને ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું કે, મુંબઈના કાંદિવલીથી પાલઘરના આંતરિક રસ્તાઓ દ્વારા ગુજરાત તરફ જઈ રહેલા ત્રણ લોકોને ગડચીંચલના ગ્રામજનોએ 17 એપ્રિલના રોજ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ગામજનોને આ લોકો ચોર હોવાની આશંકા હતી.