નવી દિલ્હી : ઉત્તર-પૂર્વ દિલ્હીની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી એક એવી ગુરુ તેગ બહાદુર હોસ્પિટલનો તબીબી સ્ટાફ સતત કોરોના પોઝિટિવ બની રહ્યો છે. હોસ્પિટલ સ્ટાફના લગભગ 35 લોકો કોરોના પોઝિટિવ છે. આવી સ્થિતિમાં ગુરુ તેગ બહાદુર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને હોસ્પિટલ સેવાઓ ખરાબ થઈ રહી છે. આવી સ્થિતિમાં, હોસ્પિટલમાં કોવિડ-19ના ટેસ્ટમાં પણ વાર લાગી રહી છે.
મળતી માહિતી મુજબ, જ્યારથી ગુરુ તેગ બહાદુર હોસ્પિટલને કોરોના દર્દીઓ માટે અનામત રાખવામાં આવી છે. ત્યારથી જ હોસ્પિટલના તબીબી સ્ટાફ સતત કોરોના સંક્રમિત બની રહ્યો છે. હોસ્પિટલના સીએમઓ સહિત લગભગ 35 તબીબી કર્મચારીઓ કોરોનાની ઝડપમાં છે. આવી સ્થિતિમાં, હોસ્પિટલમાં તબીબી કર્મચારીઓની પણ અછત છે અને તેની સીધી અસર કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ પર પડી રહી છે.
દિલ્હીમાં એક જ દિવસમાં કોરોના દર્દીઓના મૃત્યુ આંક ખૂબ જ ભયાનક છે. ગુરુવારે દિલ્હીમાં કોરોનાથી 79 લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે અત્યાર સુઘી કેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેની કોઇ માહીતી નથી મળી રહી.
થોડા દિવસ પહેલા દિલ્હી ઉપરાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હી હોસ્પિટલ્સમાં માત્ર દિલ્હીવાસીઓની સારવારને લઇને કેજરીવાલ સરકારે લીધેલા નિર્ણયને બદલી નાંખ્યો હતો. નવા આદેશ મુજબ કોઇપણ વ્યક્તિ દિલ્હીની હોસ્પિટલ્સમાં સારવાર લઇ શકશે. દિલ્હીમાં વધતા જતાં કોરોના સંક્રમણના કેસો વચ્ચે કેજરીવાલ સરકારે રવિવારે નિર્ણય લીધો હતો કે, દિલ્હીની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ્સમામં માત્ર દિલ્હીવાસીઓની જ સારવાર કરવામાં આવશે, જ્યારે કેન્દ્ર સરકારની હોસ્પિટલ્સમાં તમામની સારવાર લઇ શકશે.