વારાણસીઃ ભયાવહ ચક્રવાત અમ્ફાન બંગાળમાં ઘણું વિનાશ પેદા કરે તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં આ વાવાઝોડાથી લોકડાઉનના કારણે બંધ થયેલી હવાઈ મુસાફરીને પગલે કોલકાતા એરપોર્ટ પર પાર્ક કરેલા સ્પાઇસ જેટ એરલાઇન્સના વિમાનને પણ નુકસાન થવાની સંભાવના છે. જેના પગલે વિમાનની સલામતીને ધ્યાનમાં રાખીને એરલાઇને તેના ત્રણ વિમાન કોલકાતાથી વારાણસી ખસેડ્યાં છે.
આ ત્રણેય વિમાન મંગળવારે સાંજે વારાણસી એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે, કોલકાતામાં હવામાન સારું ન થાય ત્યાં સુધી આ ત્રણ વિમાન અહીં ઉભા રહેશે.
આકાશમાં વિમાન જોતા લોકોએ અનેક આશંકા વ્યક્ત કરી
24 માર્ચથી વારાણસી એરપોર્ટની એરલાઇન્સને લોકડાઉન બાદ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. એરલાઇન્સ બંધ થયા પછી વારાણસી એરસ્પેસમાં પણ કોઈ વિમાન જોવા મળતું નથી. આવી સ્થિતિમાં મંગળવારે એક સાથે ત્રણ વિમાનોને સાંજે એક પછી એક એરપોર્ટ પર ઉતરતા જોઈને એરપોર્ટની આજુબાજુના લોકોએ વિવિધ રીતે અટકળો શરૂ કરી દીધી હતી. કેટલાક લોકોએ વિમાનો વિશેની માહિતી મેળવવા માટે અધિકારીઓને પણ બોલાવ્યા હતા.
આમ, બંગાળની ખાડીમાં અમ્ફાન ચક્રવાતથી નુકસાનની સંભાવનાને પગલે ખાનગી એરલાઈન સ્પાઇસ જેટ દ્વારા ત્રણ એટીઆર વિમાનને કોલકાતા એરપોર્ટથી વારાણસી ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ત્રણેય વિમાનો વારાણસી એરપોર્ટ પર ગ્રાઉન્ટમં રહેશે.