લંડન: સમગ્ર દેશ કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યો છે. કોરોનાને રોકવા માટે દુનિયભરમાં વૈજ્ઞાનિકો કોરોના વેક્સીન બનાવવામાં જોડાયા છે. ત્યારે ફાર્મા કંપની જોન્સન એન્ડ જોન્સન એ તેમની કોરોના વેક્સિનના ટ્રાયલ પર રોક લગાવી છે. આપને જણાવી દઈએ કે, ટ્રાયલમાં ભાગ લેનાર એક વયક્તિનું સ્વાસથ્ય બગડતા આ ટ્રાયલ પર રોક લગાવવામાં આવી છે.
જોન્સન એન્ડ જોન્સનના COVID-19 વેક્સિન અસ્થાયી રૂપે અટકી છે, કારણ કે તેનો એક સહભાગી બીમાર પડ્યો છે. તેમજ 60,000 દર્દીઓની ક્લિનિકલ ટ્રાયલ માટે ઓનલાઇન નોંધણી સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. જોન્સન એન્ડ જોન્સન અમેરિકામાં વેક્સિન બનાવનારની શૉર્ટ લિસ્ટમાંઆ મહિનામાં સામેલ થઈ હતી.
વેક્સિનના અંતિમ તબક્કાનું પરીક્ષણ કરતા વખતે કંપનીએ જાણકારી આપી હતી કે, અમેરિકા,દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, કોલંબિયા, મૈક્સિકો અને પેરુમાં 60 હજાર લોકો પર કોવિડ-19 વેક્સીનનું પરીક્ષણ કરવામાં આવશે. તો ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાનું કહેવું છે કે, ઑક્સફોર્ડ કોવિડ-19 વેક્સીન કોવિડ શિલ્ડના પરિણીમ બધી વેક્સીનની તુલનામાં સારું છે.