જયપુર: રાજસ્થાનમાં શનિવારે કોરોનાના 284 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને કોરોના સંક્રમિત 11 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યારસુધીમાં 391 લોકોના મોત થયા છે.
રાજ્ય ચિકિત્સા વિભાગના રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં 284 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજસ્થાનમાં કોરોનાના પોઝિટિવની સંખ્યા 16 હજાર 944 પહોંચી ગઇ છે. હાલ રાજસ્થાનમાં કુલ 3186 કેસ એક્ટિવ છે.