નવી દિલ્હી: કોરોના મુદ્દે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે મહત્વની ઘોષણાઓ અને સામાન્ય લોકોને અપીલ પણ કરી હતી.
મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું હતું કે, જહાંગીરપુરીના એક ઝોનમાં 26 લોકોને કોરોના પોઝિટિવ મળ્યાં છે. આ બધા લોકો આજુ-બાજુના ઘરોમાં જતા હતા. દિલ્હીમાં અત્યારે 71 કંટેનમેંટ ઝોન છે, જ્યાં પોલીસ અને સ્થાનિક પ્રશાસન સારું કામ કરે છે, પરંતુ લોકોએ નિયમોનું પાલન કરવું પડશે.