ETV Bharat / bharat

મુંબઈની હોટલમાં લાગી આગ, 25 તબીબોનો આબાદ બચાવ - મુંબઈમાં લાગી આગ

દક્ષિણ મુંબઇની પાંચ માળની હોટલમાં બુધવારે રાત્રે મોટી આગ લાગતાં ઓછામાં ઓછા 25 લોકોને બચાવવામાં આવ્યા છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

મુંબઈ
fire breaks outfire breaks out
author img

By

Published : May 28, 2020, 8:55 AM IST

મુંબઇ: દક્ષિણ મુંબઇની પાંચ માળની હોટલમાં બુધવારે રાત્રે મોટી આગ લાગતાં ઓછામાં ઓછા 25 લોકોને બચાવવામાં આવ્યા હોવાની સત્તાવાર માહિતી મળી છે.

ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યાનુસાર, આગની લપેટમાં આવી જતાં મેટ્રો સિનેમા નજીક હોટલ ફોર્ચ્યુનમાં 25 ડોક્ટરો રહેતા હતા.

બી.એમ.સી.એ કોવિડ -19 રોગચાળાને લીધે શહેરની વિવિધ હોટલો અને લોજેસમાં તબીબી અને નર્સ સહિતના ઇમરજન્સી અને આવશ્યક સેવા કર્મચારીઓ માટે હંગામી રહેવાની વ્યવસ્થા કરી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, આગ પહેલી મરીન શેરી પર સ્થિત હોટલના પ્રથમથી ત્રીજા માળે ફેલાઈ હતી. "તે એક લેવલ -2 આગ છે અને ઓછામાં ઓછા આઠ ફાયર એન્જિનોને ઘટના સ્થળે દોડી આવ્યા હતા."

અધિકારીએ જણાવ્યું હતું કે, "હોટલ આશરે 25 રેસિડેન્ટ ડોકટરોની નિવાસસ્થાન હતી અને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે."

હોટલની અંદર ફાયર ફાઇટિંગ, તેમજ સર્ચ અને બચાવ કામગીરી ચાલુ છે. ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે, આગની ઘટનાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

આ અગાઉ 21 એપ્રિલના રોજ, મુંબઇ સેન્ટ્રલ નજીક હોટલ રિપનના રૂમમાં એક મોટી આગ ફાટી નીકળી હતી, જેનો ઉપયોગ નાગરિક સંસ્થા દ્વારા ક્વોરેન્ટાઇન સુવિધા તરીકે કરવામાં આવી રહ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.