મુંબઇ: ગત મોડી રાત્રે એક નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી થયો હતો. મળતી માહિતી મુજબ, નવો બની રહેલો આ બ્રિજ કોઈ અકસ્માતે ઘસી પડતા ઘટના ઘટી હતી. આ ઘટનામાં બે લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે.
બ્રિજ ઘસી પડતા બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે ટ્રક સહિતના કેટલાક વાહનો પણ આ બ્રિજ નીચે દબાઇ ગયા હોય માહિતી મળી છે. આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. સમગ્ર ટ્રાફિકને તુરંત દુર કરાવ્યું હતું. આ સમગ્ર ઘટનાને પગલે તંત્રએ કઇ રીતે નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી થયો, તેને લઇને આગળની તપાસ હાથ ધરી છે.