મધ્ય પ્રદેશઃ વેબ સિરિઝમાં કામ આપવાના બહાને શારીરિક અને આર્થિક શોષણ કરતી ગેંગના 2 આરોપીઓની સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અશ્લીલ વેબ સાઈટ્સ પર મોડેલનો વીડિયો પ્રસારિત કરનાર પ્લેટફોર્મના કલાકારો દિપક સૈની અને કેશવસિંહની ધરપકડ કરી છે.
દેશ-વિદેશના અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ જોઇને આરોપીઓને પોતાનો ઓટીટી પ્લેટફોર્મ બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમણે પાકિસ્તાની યુવકની મદદથી ઓટીટી પ્લેટફોર્મ ડિઝાઇન કર્યું છે. તેમનું નેટવર્ક ભારત સહિત 22 દેશોમાં ફેલાયેલું છે. પોલીસે 11મી ઓગસ્ટના રોજ માસ્ટર માઇન્ડ બ્રિજેન્દ્રસિંહ ગુર્જરની ધરપકડ કરી હતી.
સાયબર સેલના એસપી જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, પુખ્ત વયની વેબ સિરીઝ બનાવવાના નામે ફરિયાદ થયા પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. દીપક સૈની અને પોરસા મુરેનાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સૈનીએ જણાવ્યું કે, તેણે ઈન્દોરની એક કોલેજમાંથી બીટેક કર્યું છે. 2019માં, તે ફ્રીલાન્સર વેબસાઈટ દ્વારા પાકિસ્તાનના હુસેન અલીના સંપર્કમાં આવ્યો હતો.