મુંબઈઃ કોરોના વાઈરસને ફેલાવતા રોકવા માટે દુનિયાભરમાં લદાયેલા પ્રતિબંધના કારણે બ્રિટેનમાં 326 ભારતીયો ફસાયા હતા. તેમને પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. શનિવાર મોડી રાત્રે લંડનથી ભારતીયોનો પહેલો સમૂહ મુંબઈ પહોંચ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે એયર ઈન્ડિયા બોંઈગ 777 વિમાન શનિવારે લંડન જવા રવાના થયું હતું. તે 326 ભારતીયોને લઈને મોડી રાત્રે દોઢ વાગ્યે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રિય મથક પર ઉતર્યુ હતું.
આ વિમાન સવાર એક યાત્રીએ ટ્વીટ કર્યુ હતું કે, પહેલું વિમાન મુંબઈ ઉતર્યુ હતું. ક્રૂ સભ્યોની સાથે યાત્રિયોનો સૌથી સંપર્કમાં રહે તેનું ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું.
અન્ય એક મુસાફરે ટ્વીટ કર્યું હતું કે, યુકેથી સલામત મુંબઇ પહોંચ્યો હતો. એર ઇન્ડિયા, લંડનમાં ભારતના ઉચ્ચ આયોગ, રાષ્ટ્રીય ભારતીય વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ, યુકે અને ભારતના વિદેશ મંત્રાલયનો ખૂબ ખૂબ આભાર.