ભારે વરસાદથી મકાનો પાણીમાં ધરાશાય થયા છે. ઉપરાંત કેટલીક જગ્યાએથી લેન્ડ સ્લાઇડ્સ અને ફ્લેશ ફ્લડ અને વૃક્ષ ધરાશાયની ઘટનાથી 18 લોકોના મૃત્યું થયા છે.ઉત્તર ભારતના ઘણાં વિસ્તારોમાં વરસાદના કારણે સામાન્ય જનજીવન પર મોટી અસર પડી છે. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 490 કરોડનું નુકસાન થયાનું અનુમાન છે. તો 11 લોકોના મૃત્યુ થયા છે. જેમાં શિમલામાં 7 લોકોના મૃત્યું થયા છે. બિલાસપુર 1, ચંબા 2, કુલ્લૂમાં 2, લાહૌર સ્પીતિમાં 1, સિરમૌરમાં 2, સોલનમાં 2 અને ઉરનામાં 1 વ્યકતિનું મૃત્યુ થયુ છે.
હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુર ભારે વરસાદથી મૃત્યુ પામેલા લોકોને લઈ દુ:ખ વ્યકત કર્યુ છે. જયરામઠાકુરે જણાવ્યું કે, રાહત અને બચાવ કાર્ય યુદ્ધ સ્તરે ચાલી રહ્યા છે.