ETV Bharat / bharat

હરિયાણામાં ચૂંટણી ટાણે 16 કોંગ્રેસ નેતા 6 વર્ષ માટે સસ્પેન્ડ - કુમારી સૈલજાએ 16 નેતાઓને સસ્પેન્ડ કર્યા

ચંડીગઢ: કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કુમારી સૈલજાએ પાર્ટીના 16 બળવાખોર નેતાઓેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. 16 કોંગ્રેસી નેતાઓને પાર્ટીના બંધારણનું ઉલ્લંઘન કરવા પર 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

હરિયાણામાં 16 કોંગ્રેસ નેતા 6 વર્ષ માટે સસ્પેન્ડ
author img

By

Published : Oct 13, 2019, 12:34 PM IST

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલાં હરિયાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કુમારી સૈલજાએ 16 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. આ નેતાઓ પર પાર્ટીના બંધારણનું ઉલ્લંઘન કરવાનો અને 2019ની વિઘાનસભા ચૂંટણીમાં પાર્ટીના વિરોધી રૂપે લડવાનો આરોપ લગાવવામાં આવ્ચો હતો.

Suspended leader
સસ્પેન્ડ નેતા

સસ્પેન્ડ નેતાઓમાં ચૌધરી રણજીત સિંહ પૂર્વ સાંસદ, ચૌધરી નિર્મલ સિંહ પૂર્વ મંત્રી, ચૌધરી મોહમ્મદ પૂર્વ વિધાનસભા ઉપાધ્યક્ષ, પંડિત જિલે રામ શર્મા પૂર્વ મુખ્ય સંસદીય સચિવ, નરેશ યાદવ, નરેલ સેલવાલ, રામનિવાસ ઘોડેલા અને રાકેશ કંબોજ, ચિત્રા સરવારા, અમનદીર કોર, ગજે સિંહ કબલાના, પ્રેમ મલિક, અંજના વાલ્મીકિ, મોહિત ધનવંતરી, અજય અહલાવત તથા રવિ ખત્રી શામેલ છે.

6 વર્ષ માટે કરવામાં આવ્યા સસ્પેન્ડ

કુમારી સૈલજાએ કહ્યું કે, આ તમામ વ્યક્તિઓને પાર્ટી ઉમેદવારની વિરૂદ્ધ વિધાનસભા ચૂંટણી લડવાના કારણે પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી પણ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019માં કોંગ્રેસની ટિકિટ વહેંચણીથી નારાજ થઇને ઘણા કોંગ્રેસ નેતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ નેતાઓ પાર્ટીને ચૂંટણીમાં નુકસાન પહોંચાડી શકે છે. હવે કોંગ્રેસની પ્રદેશ અધ્યક્ષ કુમારી સૈલજાએ બળવાખોર ધારાસભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે.

કોંગ્રેસે વિધાનસભાની તમામ 90 બેઠકો પર પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. હરિયાણામાં 21 ઓક્ટોબરે ચૂંટણી છે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાંં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.