પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ): નવાબગંજ વિસ્તારમાં શુક્રવારે મોડીરાત્રે 30 જેટલા પરપ્રાંતિય મજૂરોની એક બસ પલટી જતા ઓછામાં ઓછા 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હાલ તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે.
" મહેસૂલ નિરીક્ષક રાજેશકુમાર સિંહે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં 15-20 લોકો ઇજીગ્રસ્ત થયા છે. બસ રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ તરફ જઇ રહી હતી. આ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.