હિન્દી દિવસ દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 14 સપ્ટેમ્બર, 1949ના રોજ, બંધારણ સભાએ એક મતે નિર્ણય કર્યો કે હિન્દી ભારતની રાષ્ટ્રીય ભાષા થશે. આ મહત્વપૂર્ણ નિર્ણયને પ્રસ્થાપિત કરવા અને દરેક ક્ષેત્રમાં હિન્દીનો પ્રચાર કરવા માટે, રાજ્યભાષા પ્રચાર સમિતિ, વર્ધાની વિનંતી બાદ, સપ્ટેમ્બર 1953થી ભારતમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી-દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
એક હકીકત એ પણ છે કે 14 સપ્ટેમ્બર 1949એ હિન્દીના પ્રણેતા રાજેન્દ્ર સિંહાનો 50મો જન્મદિવસ હતો, જેણે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો.
સ્વતંત્રતા બાદ, હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્થાપિત કરવા માટે કાકા કાલેલકર, મૈથિલીશરણ ગુપ્ત, હજારી પ્રસાદ દ્વિવેદી, મહાદેવી વર્મા, શેઠ ગોવિંદદાસ જેવા લેખકો સાથે મળીને રાજેન્દ્ર સિંહાએ અનેક પ્રયત્નો કર્યા હતાં. જેના કારણે તેમણે અનેક વાર દક્ષિણ ભારતની યાત્રાઓ પણ કરી અને લોકોને મનાવ્યા, ત્યારથી 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે.