હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્યોમાં પ્રતાપ ગૌડા પાટિલ, બી.સી. પાટિલ, શિવરામ હબર, એસ. ટી. સોમશેકર, બિરયાતી બાસવરાજ, આનંદસિંહ, આર. રોશન બેગ, મુનીરત્ન, કે. સુધાકર, એમટીબી નાગરાજ, શ્રીમંત પાટિલ, રમેશ ઝરકીહાલી, મહેશ કુમાથલ્લી અને આર. શંકર સામેલ છે.
વિધાનસભામાં બી.એસ. યેદિયુરપ્પા સરકારના વિશ્વાસ મતના એક દિવસ પહેલા, વિધાનસભા અધ્યક્ષેને રવિવારે કોંગ્રેસ અને જનતા દળ-સેક્યુલરના 14 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા. કારણ કે, આ તમામને ગૃહમાં હાજરી આપવા 23 જુલાઇના રોજ ગૃહમાં ઉપસ્થિત રહેવા માટે વ્હિપ જાહેર કરાવામાં આવ્યું હતું. આ વ્હિપ ઉલ્લધન બળવાખોર ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.