ઉજ્બેક નાગરિક આ પોપટને ભારતથી ઉજ્બેકિસ્તાન લઈ જઈ રહ્યો હતો. આ શખ્સ પોપટને બુટના ખોખામાં રાખી એરપોર્ટ ઓથોરિટીને છેતરવા માંગતો હતો, પરંતુ કસ્ટમ વિભાગને શંકા જતા તેમણે ઉજ્બેક નાગરિકની ધરપકડ કરી હતી.
આ મામલાની સુનાવણી દરમિયાન ઉજ્બેક નાગરિક સાથે 13 પોપટને પણ કોર્ટમાં રજુ કરાયા હતાં. આ કેસની સુનાવણી કરતા કોર્ટે ઉજ્બેક નાગરિકને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. જ્યારે કોર્ટે તમામ 13 પોપટને ઓખલા બર્ડ સેન્ચુરીમાં છોડવાનો આદેશ કર્યો હતો.
CISFએ કોર્ટને જણાવ્યું હતું કે, ઉજ્બેક નાગરિકે જુની દિલ્હીના એક વ્યક્તિ પાસેથી આ પોપટ ખરીદ્યા હતાં. કારણ કે ઉજ્બેકિસ્તાનમાં આ પોપટની કિંમત ખુબ વધારે હોવાથી તેણે આ પોપટ ખરીદ્યા હતા.