નોઈડા: ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં વધતા કોરોનાના કેસને લઈને આરોગ્ય વિભાગ પહેલેથી જ ચિંતામાં હતું ત્યાં નોઈડાની અંગળવડી ગૃહમાં રહેલા 13બાળકોને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.
આંગણવાડી ગૃહમાં રહેલા બધા બાળકોનો કોરોની તપાસ કરવામાં કરવામાં આવી હતી અને પોઝિટિવ આવેલા બાળકોને આઇસોલેશન વોર્ડમાં ભર્તી કરવામાં આવ્યા હતા. આંગણવાડી ગૃહ સ્ટાફની પણ કોરોના વાઇરસની તપાસ કરવામાં આવી હતી. જો આરોગ્ય વિભાગ દ્વારા ધ્યાન દેવામાં આવ્યું હોત તો આંગણવાડી ગૃહમાં કોરોનાના પોઝિટિવ કેસ ન આવ્યા હોત.
ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં કોરોના કેસની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે હાલમાં જિલ્લામાં 2569 પોઝિટિવ દર્દીઓ છે અને આ સંખ્યામાં વધારો કરતા ફેસ 2 ક્ષેત્ર સ્થિત આંગણવાડી ગૃહમાં રહેલા 162 બાળકોમાંથી 13 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા હતા.
આંગણવાડી ગૃહમાં પોઝિટિવ આવેલા 13 બાળકોના કેસને લઈને ડિસ્ટ્રિક્ટ સર્વિલન્સ અધિકારી સુનીલ દોહરનું કહેવું છે કે આંગણવાડી સેનેટાઈઝર કરવામાં આવે અને જે બાળકો પોઝિટિવ આવ્યા છે તેને આઇસોલેશન વોર્ડમાં ભરતી કરવામાં આવે બાકી રહેલા બાળકો અને સ્ટાફની કૉરોની તપાસ કરવામાં આવે.