જયપુરઃ રાજસ્થાનમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. બુધવારે રાત્રીના 10 વાગ્યા સુધી રાજસ્થાનમાં નવા 1,213 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગત 24 કલાકમાં 11 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, બુધવારે સૌથી વધુ 193 કેસ જોધપુર જિલ્લામાંથી સાામે આવ્યા છે. ત્યાારબાદ ધોલપુરમાં 177 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દ રાજ્યના અન્ય જિલ્લા જયપુરમાં 121, બીકાનેર 115, અજમેર 60, અલવર 79, બાંસવાડા 4, બાંરા 7, બાડમેર 8, ભરતપુર 38, ભીલવાડાા 33, બૂંદી 78, ચિતોડગઢ 17, દૌસા 1, ડુંગરપુર 13, શ્રીગંગાનગર 5, ઝાલાવાડ 34, ઝુંઝુનુ 26, કરૌલી 10, કોટા 79, નાગોર 28, પ્રતાપગઢ 6, રાજસંમદ 13, સવાઈમાધોપુર 10, સીકર 5, સિરોહી 9, ટોક 6 અને ઉદયપુરમાં કોરોનાના નવા 38 પોઝિટિવ કેસ નોંધાયા છે.