આંધપ્રદેશ: વિશાખાપટ્ટનમના એલજી પોલિમર કંપનીમાં ગેસ લીકેજના મામલે તપાસ કરવામાં આવી હતી. જેમાં આંધ્રપ્રદેશ પોલીસે કંપનીના સીઇઓ અને ટેકનિકલ ડાયરેક્ટર સહિત 12 લોકોની ધરપકડ કરી હતી. તમને જણાવી દઇએ કે, 7 મેના રોજ વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર કંપનીના એક પ્લાન્ટમાં ગેસ લીકેજને કારણે 11 લોકોના મોત થયા હતા.
જ્યારે કંપનીની આસપાસથી 3 હજાર લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યા હતાં. આ દુર્ઘટના 7 મેના રોજ સવારે 2.30 વાગ્યે થઇ હતી. આ ગેસની લપેટમાં સેંકડો લોકો આવી ગયા હતા અને ઘણા લોકો બેહોશ થઈ ગયા હતાં.
નોંધનીય છે કે, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક રાસાયણિક પ્લાન્ટમાંથી ગેસ લીકેજ થતા લગભગ 5 કિલોમીટરના એરિયામાં ફેલાઇ ગયો હતો. જેમાં 11 લોકોના મોત થયા તથા લગભગ 1,000 લોકોને શ્વાસ લેવામાં તકલીફ સહિત અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.