નવી દિલ્હીઃ દિલ્હીના ઉપરાજ્યપાલે દિલ્હી દંગાથી જોડાયેલા મામલે દિલ્હી સરકારના પક્ષથી 11 વિશેષ સરકારી વકીલોની નિમણુક કરવામાં આવી છે. આ બાબતે આજે એક નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવી છે.
આ વકીલોને ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા દંગાઓમાં દાખલ કરાયેલી FIR મામલે ઉપરાજ્યપાલે વિશેષ સરકારી વકીલોની નિમણુક કરી છે. જેમાં મનોજ ચૌધરી, રાજીવ કૃષ્ણ શર્મા, નિતિન રાજ શર્મા, દેવેન્દ્ર કુમાર ભાટીયા, નરેશ કુમાર ગૌડ, અમિત પ્રસાદ, જીતેન્દ્ર જૈન, રામ ચંદ્ર સિંબ ભદૌરિયા, ઉત્તમ દત્ત અને સલીમ અહમદ સમાવેશ થાય છે.
સુનાવણી માટે 4 ન્યાયાધીશની પણ નિમણુક કરાવામાં આવી છે
15 જૂને દિલ્હી હાઈકોર્ટે દિલ્હી દંગાઓના કેસ માટે બે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને બે સેશન્સ જજની નિમણુક કરી હતી. હાઈકોર્ટે કડકડડૂમાંના અને ઉત્તર-પૂર્વી ડિસ્ટ્રિક્ટના ચીફ મેટ્રોપિલિટન મેજીસ્ટ્રેટ પુરૂષોત્તમ પાઠક અને શાહદરા ડિસ્ટ્રિક્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ-4 ફહદ ઉદ્દીન, કડકડડૂમા કોર્ટના ઉત્તર-પૂર્વીના એડિશનલ સેશન્સ જજ-3 વિનોદ યાદવ અને શાહદરા ડિસ્ટ્રિક્ટના એડિશનલ સેશન્સ જજ-3 અમિતાભ રાવતને ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલા દંગાઓથી સંબંધિત મામલે સુનાવણી કરવા માટે નિમણૂંક કરવામાં આવી છે.