ETV Bharat / bharat

તેલંગાણામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1 હજારને પાર - corona effect in india

તેલંગાણામાં કોરોના વાયરસના 11 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1000ને પાર થઈ ગઇ છે. જ્યારે 316 લોકો કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે.

તેલંગાણા: કોરોના વાયરસના કેસ એક હજારને પાર

author img

By

Published : Apr 27, 2020, 11:28 AM IST

હૈદરાબાદ: છેલ્લા ચાર દિવસથી તેલંગાણામાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, રવિવારે 11 નવા કેસ સામે આવતાં, પોઝિટિવ કેસની સંખ્યા 1000ને પાર થઈ ગઇ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન મુજબ, રાજ્યમાં કોવિડ -19 ના કેસની સંખ્યા 1001 પર પહોંચી ગઈ છે.

બુલેટિન અનુસાર, રવિવારે નવ દર્દીઓ સ્વસ્થ થયા બાદ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં હજુ 660 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. રાજ્યમાં આ વાયરસને કારણે અત્યાર સુધી 25 લોકોનાં મોત નીપજ્યાં છે.

કોરોનાના નવા કેસમાં ઘટાડો થવા પર સંતોષ વ્યક્ત કરતાં મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે, લોકડાઉનના કડક પાલનને કારણે કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો થયો છે. વધુમાં જણાવ્યુ કે, જો લોકો લોકડાઉનને તેમજ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરશે તો પરિસ્થિતિમાં વધુ સુધારો આવશે.

કે.સી.આરએ રવિવારના રોજ પ્રગતિ ભવનમાં ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લેવામાં આવતા પગલાઓની ચર્ચા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.