સોનભદ્રમાં દસ લોકોની સામૂહિક હત્યા બાદ ત્યાં કલમ 144 લગાવેલી છે. છતાં પીડિત પરિવારોને મળવા માટે પ્રિયંકા ગાંધી ત્યાં જવા માટે જીદ કરી રહ્યાં છે. તેઓ ગઈકાલ રાતથી ચુનાર કિલા ગેસ્ટ હાઉસમાં ધરણાં કરી રહ્યાં છે. આખી રાત કાર્યકર્તાઓ વચ્ચે રોકાયેલા પ્રિયંકા ગાંધીએ કેન્ટીનનું જ ભોજન લીધું અને સાઢા ચાર વાગ્યે તેઓએ ઊંઘ લીધી હતી.
પ્રિયંકાને મનાવવા માટે મિર્જાપુર અને વારણસી મંડળોના સભ્યો શનિવારે શુક્રવારે મોડી રાત્રે પહોંચ્યા. તેમની સાથે એડીજી પોીસ હાજર રહ્યાં, પરંતુ વાતચીત નિષ્ફળ રહી. સવારથી જ કાર્યકર્તાઓ ગેસ્ટ હાઉસ પહોંચી રહ્યાં છે.
ગેસ્ટ હાઉસ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે વરિષ્ઠ નેતા પીએલ પુનિયા અન્ય નેતાઓ આગળની રણનીતિ નક્કી કરી રહ્યાં છે.
ઉત્તર પ્રદેશના ઈન્ચાર્જ પોલીસ મહાનિર્દેશ પીવી રામાશાસ્ત્રીએ જણાવ્યું કે, "પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયત કરાઈ છે. પ્રિયંકા ગાંધીને શુક્રવારે એસડીએમથી સોનભદ્ર જતા રોકવામાં આવ્યા હતા. એસડીએમ દ્વારા પોતાની સત્તાની રૂએ વિસ્તારમાં 144 લગાવવામાં આવી છે. 144ના ઉલ્લંઘન બદલ પ્રિયંકાની અટકાયત કરાઈ છે. પ્રિયંકાને બોન્ડ ભર્યા બાદ છોડવામાં આવશે."