ETV Bharat / bharat

Bharat Jodo Nyay Yatra: આવતીકાલે ઈમ્ફાલથી રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા શરુ કરશે - મણિપુર

આવતીકાલ 14મી જાન્યુઆરી રવિવારથી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રા શરુ કરશે. મણિપુરના એઆઈસીસી પ્રભારીના અનુસાર રાજ્ય સરકારે યાત્રા શુભારંભ માટે પેલેસ ગ્રાઉન્ડમાં નાગરિકોની સંખ્યા મર્યાદિત કરી દીધી છે. ઈટીવી ભારતના વરિષ્ઠ પત્રકાર અમિત અગ્નિહોત્રીની રિપોર્ટ. Bharat Jodo Nyay Yatra Rahul Gandhi Manipur Imphal 14 January East to West

આવતીકાલે ઈમ્ફાલથી રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા શરુ કરશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 9:26 PM IST

નવી દિલ્હીઃ રાજ્ય સરકારના પ્રતિબંધો છતાં 14મી જાન્યુઆરીના રોજ મણિપુરના ઈમ્ફાલથી રાહુલ ગાંધીની પૂર્વથી પશ્ચિમ યાત્રાની સફળ શરુઆત માટે કૉંગ્રેસ મથી રહી છે.

મણિપુરના એઆઈસીસી પ્રભારી ગીરીશે ઈટીવીભારતને જણાવ્યું કે, દરેક કૉંગ્રેસ કાર્ય સમિતિના સભ્યો, એઆઈસીસી મહાસચિવ, પીસીસી પ્રમુખ, સીએલપી નેતા, મુખ્ય પ્રધાન અને અન્ય લોકો 14મી જાન્યુઆરીના રોજ ઈમ્ફાલ આવશે. રાજ્ય સરકારે યાત્રાના શુભારંભ સ્થળ પેલેસ ગ્રાઉન્ડમાં વ્યક્તિઓની સંખ્યા 1,000થી વધુ ન હોવાની મર્યાદા લાદી દીધી છે. આ પરવાનગી બહુ મુશ્કેલીથી મળી છે.

  • #WATCH | Jairam Ramesh, General Secretary (Communications), Congress says, "Bharat Jodo Nyay Yatra is going to start tomorrow i.e. January 14, from Thoubal, Manipur. Tomorrow Rahul Gandhi will come to Imphal at 11 am and will first go to Khongjom War Memorial. The importance of… pic.twitter.com/BEaV5ueEzz

    — ANI (@ANI) January 13, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમણે વધુમાં જણાવ્યું કે, મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓ કાર્યક્રમ સ્થળ પર પહોંચવાના છે. દરેક કાર્યકર્તા આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા માંગે છે. અમે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહ્યા છીએ. અમે બીજા આયોજન સ્થળની પરવાનગી માંગી છે.

ગીરીશે જણાવ્યું કે આ તેમની ભારત જોડો ન્યાાય યાત્રા છે. જ્યારે યોગ્ય ચર્ચા બાદ શરુઆતી પોઈન્ટના રુપે મણિપુરને ફાઈનલ કરવામાં આવ્યું છે. આ યોજના ન્યાયને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. મણિપુરની જનતા ન્યાયની રાહ જોઈ રહી છે.

આ યાત્રા 15 રાજ્યોમાં લગભગ 6,700 કિમી સુધીની હશે. જે 20મી માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. સામગ્રી અને સુરક્ષા કારણોને લીધે યાત્રા બસ કાફલા સાથે મણિપુર અને પાડોશી રાજ્ય નાગાલેન્ડમાંથી પસાર થશે. રાહુલ ગાંધીની પૂર્વમાં આ પ્રથમ યાત્રા હશે. પશ્ચિમ યાત્રા આસામથી શરુ થશે જેમાં તે 18મી જાન્યુઆરીના રોજ પ્રવેશશે.

આસામ કૉંગ્રેસ પ્રમુખ ભૂપેન બોરાએ જણાવ્યું કે, અમે રાહુલના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી રહ્યા છીએ. આસામમાં કુલ 833 કિમીની આ યાત્રા અંદાજિત 10 કિમી પ્રતિ દિવસના માપથી પૂરી કરવામાં આવશે. બાકીની યાત્રા બસના માધ્યમથી પૂરી કરવામાં આવશે. આસામ કૉંગ્રેસે મણિપુરની જેમ આસામ સરકાર યાત્રા પર પ્રતિબંધ લગાડી રહી હોવાનો આરોપ લગાડ્યો છે.

ભૂપેન બોરાએ કહ્યું કે અમે યાત્રા માર્ગ પર સરકારી સ્કૂલ પરિસર બૂક કરાવ્યું પરંતુ પરવાનગી ન આપવામાં આવી. અમારે ટ્રકના કંટેનર અને કારોમાં રાત ગુજારવી પડશે.આ યાત્રામાં લોકોને આશા જગાડશે.

13મી જાન્યુઆરીના રોજ કૉંગ્રેસ નેતાઓ એ એક ઓનલાઈન બેઠક કરી હતી. જેમાં ગઠબંધન ઈન્ડિયાના નેતાઓ સાથે એક્તા સંદેશ આપવા માટે પોતાની સુવિધા અનુસાર યાત્રામાં જોડાવવા આગ્રહ કર્યો છે.

  1. ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીની ટ્રક યાત્રા, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ જબરદસ્ત વીડિયો
  2. રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાયા કમલ હાસન, કહ્યું- ભારતીય હોવાની ફરજ નિભાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.