ETV Bharat / bharat

કોવેક્સિનની ક્ષમતાનું અંતિમ આકારણ થયુ પુરુ, ડેલ્ટા સ્વરૂપ સામે 65.2 ટકા પ્રભાવી - આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ

ભારત બાયોટેકે કોરોના વાયરસ સામે લડવા માટે કોવેક્સિન નામની એક રસી વિકસાવી છે, જે કોરોનાના નવા સ્વરૂપ ડેલ્ટા સામે 65.2 ટકા અસરકારક છે.

કોવેક્સિનની ક્ષમતાનું અંતિમ આકારણ થયુ પુરુ

author img

By

Published : Jul 3, 2021, 6:40 PM IST

  • કોરોનાના નવા સ્વરૂપ ડેલ્ટા વિરુદ્ધ 65.2 ટકા અસરકારક છે
  • ભારત બાયોટેકે કોરોના વાયરસ સામે લડવા માટે કોવેક્સિન નામની એક રસી વિકસાવી
  • 12 ટકા પ્રતિભાગિઓમાં સામાન્ય આડઅસર જોવા મળી હતી

હૈદરાબાદ: ભારત બાયોટેકની કોવેક્સિન કોવિડ-19ના લક્ષણવાળા કેસ વિરુદ્ધ 77.8 ટકા અને નવા ડેલ્ટા સ્વરૂપ સામે 65.2 ટકા અસરકારક છે. કંપનીએ શનિવારે કહ્યું હતું કે, તેણે ત્રીજા તબક્કાના પરીક્ષણોમાં કોવેક્સિનની અસરકારકતાનું અંતિમ આકારણ પૂર્ણ કર્યું છે.

આ પણ વાંચોઃ Delta Plus Variant in Gujarat: જામનગરમાં ડેલ્ટા પ્લસનો પગપેસારો, વૃદ્ધ મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

0.5 ટકાથી ઓછા લોકોમાં ગંભીર અસર જોવા મળી હતી

અસરકારકતા આકારણી બતાવે છે કે, કોવેક્સિન ગંભીર લક્ષણ સંબંધી COVID-19 કેસ સામે 93.4 ટકા અસરકારક છે, જ્યારે સુરક્ષા વિશ્લેષણ બતાવે છે કે, પ્રતિકૂળ ઘટનાઓ એવી જ હતી જેવી પ્રયોગોમાં આપવામાં આવતી અહાનિકારક દવાઓ (પ્લેસબોસ)ને આપવા પર જોવા મળે છે. જ્યાં 12 ટકા પ્રતિભાગિઓમાં સામાન્ય આડઅસર જોવા મળી હતી અને 0.5 ટકાથી ઓછા લોકોમાં ગંભીર અસર જોવા મળી હતી.

ત્રીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણો ભારતમાં 25 સ્થળોએ હાથ ધરાયા

શહેર આધારિત રસી ઉત્પાદક દ્વારા જારી કરવામાં આવેલા એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રભાવ સંબંધિત ડેટાથી બહાર આવ્યું છે કે, તે લક્ષણ વગરના કોવિડ -19 સામે 63.6 ટકા રક્ષણ આપે છે. રસીના ત્રીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણો ભારતમાં 25 સ્થળોએ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં બીજી માત્રાના ઓછામાં ઓછા બે અઠવાડિયા પછી મળી આવેલા 130 લાક્ષણિક COVID-19 કેસની પરિસ્થિતિ આધારિત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું

આ રસી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી ભાગીદારીમાં વિકસાવવામાં આવી

આ રસી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી ભાગીદારીમાં વિકસાવવામાં આવી છે. ભારત બાયોટેકના ચીફ અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એલાએ જણાવ્યું હતું કે, “ભારતમાં અત્યારસુધીની સૌથી મોટી કોવિડ રસીના પરિક્ષણના પરિણામસ્વરૂપ કોવેક્સિનની સફળ સુરક્ષા અને પ્રભાવોત્પાદકતા સંબંધી સૂચનાઓ ભારત અને વિકાસશીલ દેશોના નવીનતા અને નવા ઉત્પાદન વિકાસ પ્રતિ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને સ્થાપિત કરે છે. તેમણે કહ્યું કે, અમને એમ કહેતા ગર્વ થાય છે કે, ભારતની નવીનતા હવે વૈશ્વિક વસ્તીને સુરક્ષિત કરવા માટે ઉપલબ્ધ થશે.

COVID ક્લિનિકલ ટ્રાયલ્સમાં કુલ 77.8 ટકા અસરકારકતા પ્રાપ્ત કરી છે

આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, "હું આ જણાવતા ખુશી થાય છે કે, અસરકારક જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) હેઠળ આઇસીએમઆર અને બીબીઆઈએલ દ્વારા વિકસિત કોવેક્સિનને ભારતના અત્યાર સુધીના સૌથી મોટા ત્રીજા તબક્કાના COVID ક્લિનિકલ ટ્રાયલ્સમાં કુલ 77.8 ટકા અસરકારકતા પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચોઃ Delta Plus Variant in Gujarat : ડેલ્ટા પ્લસ વેરિયન્ટના પગપેસારા સામે શું છે સરકારની તૈયારીઓ? જાણો....

કોવેક્સિન સાર્સ-સીઓવી-2 ના તમામ પ્રકારો સામે સારી રીતે કાર્ય કરે છે

તેમણે કહ્યું હતું કે, આ રસી માત્ર ભારતીય નાગરિકોને જ નહીં, પરંતુ જીવલેણ સાર્સ-સીઓવી -2 વાયરસ સામે વૈશ્વિક સમુદાયને પણ સુરક્ષિત કરશે. ભાર્ગવે કહ્યું હતું કે, મને એ જોઈને પણ આનંદ થાય છે કે, છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.