- WHOમાં આપવામાં આવ્યું આવેદન
- 60 દેશમાં પણ આપવામાં આવ્યું આવેદન
- સપ્ટેમ્બર સુધીમાં મંજૂરીની શક્યતા
હૈદરાબાદ : ભારત બાયોટેકએ મંગળવારે જાહેરાત કરવામાં આવી છે કે કોવિડ - 19ના તેમની રસી કોવેક્સીનના તાત્કાલિક ઉપયોગ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જુલાઇ - સપ્ટેમ્બરમાં મંજૂરી આપે તેવી આશા છે. કંપનીએ જણાવ્યું છે કે કોવેક્સીન માટે 60થી વધારે દેશમાં રસીના ઉપયોગ માટેની મંજૂરી માંગવામાં આવી છે જેમાં અમેરિકા, બ્રાઝીલ જેવા દેશનો સમાવેશ થાય છે.
વધુ વાંચો: જયંતિ રવીની જાહેરાત: રાજ્યમાં વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન જોઈશે જ
WHOમાં આપવામાં આવ્યું આવેદન
કંપનીએ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રસી માટે આવેદન ડબલ્યુએચઓ - જિનીવાને આવેદન આપી દેવામાં આવ્યું છે. આ અંગે મંજૂરી જુલાઇથી સપ્ટેમ્બર 2021 સુધીમાં મળે તેવી આશા છે. 13 દેશમા ઇએયુ મળી ગયું છે. હજી અન્ય દેશમાં પણ મંજૂરી મળશે તેવી આશા છે. મોટા ભાગના દેશમાં કોવિડ - 19 વિરુદ્ધ રસીકરણ ફરજીયાત છે. ભારત બાયોટેકે જણાવ્યું કે રસી ન લગાવી હોય તો યાત્રી નેગેટીવ આરટી પીસીઆર સાથે યાત્રા કરી શકે છે.