- ભારત બંધને કારણે રેલવે અને માર્ગ પરિવહનને અસર થાય તેવી સંભાવના
- 26 માર્ચના રોજ બજારો ખુલ્લા રહેશે
- નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડૂત સંગઠનોએ સંપૂર્ણ ભારત બંધનું આહ્વાન કર્યું
નવી દિલ્હી: શુક્રવારે દેશના ઘણા ભાગોમાં રેલવે અને માર્ગ પરિવહનને અસર થાય તેવી સંભાવના છે. તેમજ બજારો બંધ રહી શકે છે કારણ કે કેન્દ્રના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડૂત સંગઠનોએ સંપૂર્ણ ભારત બંધનું આહ્વાન કર્યું છે. જો કે, 5 ચૂંટણી રાજ્યોમાં બંધ પાળવામાં આવશે નહીં.
26 માર્ચે સવારે 6 વાગ્યે દેશવ્યાપી બંધ શરૂ થશે અને સાંજના 6 વાગ્યા સુધી ચાલશે
યુનાઇટેડ ખેડૂત મોરચાના જણાવ્યા મુજબ, 26 માર્ચે સવારે 6 વાગ્યે દેશવ્યાપી બંધ શરૂ થશે અને સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. દિલ્હીની ત્રણ સરહદો - સિંઘુ, ગાઝીપુર અને ટિકરી પર ખેડૂત આંદોલનને ચાર મહિનાના પૂર્ણ થવા જઈ રહ્યા છે.
26 માર્ચના રોજ બજારો ખુલ્લા રહેશે
દેશના આઠ કરોડ વેપારીઓની રજૂઆત માટે દાવો કરનારા કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે કહ્યું કે, 26 માર્ચના રોજ બજારો ખુલ્લા રહેશે કારણ કે તેઓ ભારત બંધમાં શામેલ નથી.
આ પણ વાંચો: ગુજરાત હજું કેદમાં છે, ગુજરાતને આઝાદ કરીશુંઃ કિસાન સંઘ નેતા રાકેશ ટીકૈત
ભારત બંધમાં જોડાવાના નથી: સંગઠન મહાપ્રધાન પ્રવીણ ખંડેલવાલ
સંગઠન મહાપ્રધાન પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, અમે ભારત બંધમાં જોડાવાના નથી. દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં બજારો ખુલ્લા રહેશે. હાલની સમસ્યાને ફક્ત વાટાઘાટની પ્રક્રિયા દ્વારા ઉકેલી શકાય તેમ છે. કૃષિ કાયદામાં સુધારા અંગે ચર્ચા થવી જોઈએ જે હાલની કૃષિને નફાકારક બનાવી શકે.
ખેડૂતોનું ભારત બંધ, કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું આ પરામર્શ
અગાઉ પણ 8 ડિસેમ્બર 2020ના રોજ કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને લઇને કેન્દ્ર સરકારે એડવાયઝરી જાહેર કરી હતી. ખેડૂતોના આંદોલનના સમર્થનમાં અનેક ટ્રેડ યૂનિયન અને રાજકીય પાર્ટીઓ શામેલ હતી.
આ પણ વાંચો: ખેડૂતોના ભારત બંધના એલાનને અમદાવાદમાં મિશ્ર પ્રતિસાદ, અમુક સ્થળે આક્રમક દેખાવ થયાં
ભારત બંધને લઈને અમદાવાદમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો
કેન્દ્રની મોદી સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા હતા. ગુજરાતમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જો કે કોંગ્રેસ દ્વારા કેટલાક સ્થળો પર આક્રમક વિરોધ સાથે ટાયરો સળગાવવા તેમ જ ચક્કાજામ કર્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.