ચંદીગઢ: આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને (Bhagwant Mann Oath ceremonies) પંજાબના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. પંજાબના શહીદ ભગત સિંહ (એસબીએસ) નગર જિલ્લામાં સ્થિત ખટકર કલાન ગામમાં ભગવંત માનના શપથ ગ્રહણ સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વતંત્રતા સેનાની ભગત સિંહનું પૈતૃક ગામ છે. ભગવંત માનની અપીલ પર સમારોહમાં પહોંચેલા મોટાભાગના લોકો બસંતી પાઘડીમાં જોવા મળ્યા હતા. માને એક સંદેશમાં કહ્યું હતું કે અમે ખટકર કલાને બસંતી રંગમાં રંગીશું.
ભગવંત માને પંજાબના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા : આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને (Bhagwant Mann Oath ceremonies) પંજાબના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. તેમને રાજ્યપાલ દ્વારા હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ લેતા પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના નેતાએ કહ્યું હતું કે આખું પંજાબ ભગત સિંહ અને બાબાસાહેબ આંબેડકરના સપનાને સાકાર કરવા શપથ લેશે. આ કાર્યક્રમમાં AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા અને અન્ય નેતાઓ હાજર હતા.
આ પણ વાંચો: આખું પંજાબ ભગતસિંહ, બાબાસાહેબના સપનાને સાકાર કરવા શપથ લેશે : ભગવંત માન
પંજાબના ત્રણ કરોડ લોકોએ ભગવંત માન સાથે શપથ લીધા : પંજાબના શહીદ ભગત સિંહ (એસબીએસ) નગર જિલ્લાના ખટકર કલાન ગામમાં માનના શપથ ગ્રહણ સમારોહ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ સ્વતંત્રતા સેનાની ભગત સિંહનું પૈતૃક ગામ છે. માનને પંજાબીમાં ટ્વીટ કર્યું કે, “સૂર્યનું સોનેરી કિરણ આજે એક નવી સવાર લઈને આવ્યું છે. રાજ્યના ઘણા સ્થળોએથી આમ આદમી પાર્ટીના સમર્થકો બુધવારે સવારે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ખટકર કલાન પહોંચવા લાગ્યા. પુરુષોએ પીળી પાઘડી પહેરી હતી અને સ્ત્રીઓ પીળા દુપટ્ટા પહેરેલી જોવા મળી હતી. ભગવંત માનએ (48) રાજ્યના લોકોને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. તેમનું કહેવું છે કે પંજાબના ત્રણ કરોડ લોકો તેમની સાથે શપથ લીધા છે.
કેજરીવાલ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં આપી હાજરી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. સમારંભ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને ઇન્સ્પેક્ટર જનરલ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓને કાર્યક્રમ માટે તૈનાત કરવામાં આવ્યા હતા.
આજનો દિવસ પંજાબ માટે એક નવી શરૂઆત : અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સમારોહ માટે લગભગ આઠથી 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આનંદપુર સાહિબના નવા ચૂંટાયેલા ધારાસભ્ય હરજોત બેન્સે કહ્યું કે, "આજનો દિવસ પંજાબ માટે એક નવી શરૂઆત હશે. આપણે સાથે મળીને શહીદ-એ-આઝમ ભગતસિંહના સપનાને સાકાર કરીશું, આ જ આપણા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ હશે. પંજાબ વિધાનસભાની 117 બેઠકોમાંથી AAPને 92 બેઠકો મળી છે.
આ પણ વાંચો: Navjot Sidhu resigned : પંજાબમાં આપના 'માન'થી કોંગ્રેસનું 'સિદ્ધુ' રાજીનામું
પીળી પાઘડી પહેરવાની કરી હતી અપીલ : શપથ લેતા પહેલા ભગવંત માને (Bhagwant Mann Oath ceremonies) લોકોને પીળી પાઘડી પહેરવાની અપીલ કરી હતી. નામાંકિત માને લોકોને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા વિનંતી કરી હતી. તેણે કહ્યું કે, 'હું મારા ભાઈઓને વિનંતી કરું છું કે તે દિવસે પીળી પાઘડી પહેરે અને બહેનોને પીળી શાલ/સ્ટોલ પહેરે. અમે તે દિવસે 'બસંતી રંગ'માં ખતર કલાનને રંગિત કરીશું. ભગતસિંહના ગામને 'બસંતી રંગ'માં રંગશે. તેથી જ પુરુષો પીળી પાઘડી પહેરતા હતા અને સ્ત્રીઓ પીળા દુપટ્ટા પહેરતી જોવા મળતી હતી.