ETV Bharat / bharat

બાળક મોબાઇલ-લેપટોપ જેવા ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યું છે તો રાખો ખાસ ધ્યાન

બાળકો મોબાઇલ-લેપટોપ અને ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે, તેથી તમારા માટે આ સમાચાર વાંચવા ખૂબ જરૂરી છે. તમારા બાળકો પણ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં આ બાળકોએ જે કર્યું તે ન કરે તે માટે બાળકોની કાળજી રાખવી જરૂરી છે.

બાળક મોબાઇલ-લેપટોપ અને ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યું છે તો રાખો ખાસ ધ્યાન

author img

By

Published : Aug 1, 2021, 2:07 PM IST

Updated : Aug 1, 2021, 2:33 PM IST

  • ટેકનોલોજીના આ યુગમાં ઓનલાઇન ગેમ્સનું વલણ વધ્યું
  • બાળકો લેપટોપ અને મોબાઈલ દ્વારા અભ્યાસ કરે છે
  • 11 વર્ષની બાળકીએ મોબાઈલ ફોનનો મનાઇ ફરમાવતા બળકી શુ કર્યું જાણો

હૈદરાબાદ: ટેકનોલોજીના આ યુગમાં મોબાઇલ-લેપટોપ (mobile-laptop)અને ગેજેટ્સ જીવનનો એક ભાગ બની ગયા છે. કોરોના મહામારીને કારણે ઓનલાઇન વર્ગો જરૂરી બન્યા છે. બાળકો લેપટોપ અને મોબાઈલ દ્વારા અભ્યાસ કરી રહ્યા છે. કોરોનાને કારણે, ઘર છોડવું અને રમવા જવું પણ ઘણી હદ સુધી બંધ છે, જેના કારણે ઓનલાઇન ગેમ્સનું વલણ પણ વધ્યું છે. એકંદરે, બદલાતા સમયમાં, બાળકોને કોમ્પ્યુટર, મોબાઈલ અને ગેજેટ્સથી દૂર રાખવું તેમના માટે અન્યાયી છે, પરંતુ વાલીઓએ તેનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે. તેના પર નજર રાખવાની જરૂર છે.

11 વર્ષની બાળકીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની મનાઇ કરતા બળકી શુ કર્યું જાણો..

હાલમાં આવા બે કેસ સામે આવ્યા છે, જેના વિશે દરેક માતા-પિતાએ જાણવું જરૂરી છે. જો તમે માહિતી રાખો છો, સાવધાન રહો, તો આવી પરિસ્થિતિઓ ટાળી શકાય છે. પહેલો કિસ્સો યુપીના ગાઝિયાબાદનો છે, જ્યાં એક 11 વર્ષની બાળકીએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની મનાઇ કરતા બળકી શુ કર્યું જાણો...

ચોંકાવનારો ખુલાસો

બાળકીએ વેબ દ્વારા લેપટોપ પર તેના માતા -પિતાના વોટ્સએપ નંબરનો ઉપયોગ કર્યો હતો. તેણે પોતાના પિતા પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. જ્યારે પોલીસે તપાસ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો કે, દીકરીએ ગુસ્સામાં આવીને બાળકીએ પિતા પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. તેના પિતા એન્જિનિયર છે. બાળકીએ તેના પિતાને ધમકી આપવા માટે તેના લેપટોપ પર ઇન્ટરનેટ મેસેજિંગનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: માહિતી ટેકનોલોજી મંત્રાલય: વોટ્સએપ નવી ગોપનીયતા નીતિ પાછી ખેંચે

મધ્યપ્રદેશના છતરપુરનની એક ઘટના

બીજો કિસ્સો મધ્યપ્રદેશના છતરપુરનો છે, જ્યાં એક 13 વર્ષના બાળકે ઓનલાઇન ગેમમાં 40 હજાર રૂપિયા ગુમાવ્યા બાદ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) શશાંક જૈને જણાવ્યું કે, બાળકે સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે, તેણે માતાના ખાતામાંથી 40 હજાર રૂપિયા ઉપાડી લીધા અને 'ફ્રી ફાયર' ગેમમાં હારી ગયો હતો. માતા પાસે માફી માંગતા બાળકે લખ્યું કે, તે હતાશાને કારણે આત્મહત્યા કરી રહ્યો છે. બાળકની માતા રાજ્યના આરોગ્ય વિભાગમાં નર્સ છે.

બાળકના મોબાઈલ પર પૈસા ગુમાવવાનો મેસેજ આવ્યા બાદ તેણે તેને ઠપકો આપ્યો હતો, ત્યારબાદ દીકરાએ આ પગલું ભર્યું હતું. અગાઉ, જાન્યુઆરીમાં, મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં 12 વર્ષના વિદ્યાર્થીએ આવી જ રીતે આત્મહત્યા કરી હતી. જ્યારે એક પિતાએ 'ફ્રી ફાયર' ગેમના વ્યસનને કારણે તેના પુત્ર પાસેથી મોબાઇલ ફોન છીનવી લીધો હતો.

આ વાતનું ધ્યાન રાખવું

યુપી અને મધ્યપ્રદેશમાં આ ઘટનાઓની વાત કરીએ તો બંને પરિવારો ભણેલા હતા પરંતુ ધ્યાનના અભાવે આ ઘટના બની હતી. નાની ઉંમરે સાચા -ખોટાની જાણકારીના અભાવે બાળકો સાયબર ધમકીનો ભોગ બને છે. જ્યારે તે પૈસા ગુમાવે છે અથવા કોઈ અન્ય જાળમાં ફસાઈ જાય છે, ત્યારે તે અસુરક્ષિત લાગે છે અને આવા પગલાં લે છે. માતા-પિતાએ સમય સમય પર તેમના બાળકો સાથે વાત કરવાની જરૂર છે.

Last Updated : Aug 1, 2021, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.