ETV Bharat / bharat

બેંગલુરુ મહાનગરપાલિકાએ સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કાર માટે ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું - અંતિમ સંસ્કાર માટે સ્થાન અને સમય નક્કી કર્યા બાદ ટોકન નંબર અપાશે

કોરોનાએ કેવી કેવી પરિસ્થિતિ કે જેની કલ્પના પણ ન કરી હોય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. આવી જ એક પરિસ્થિતિ સર્જાઈ છે બેંગલુરુમાં. બેંગલુરુમાં હવે અંતિમ સંસ્કાર માટે ઓનલાઈન બુકિંગ સેવા શરૂ કરવામાં આવી છે. બેંગલુરુ મહાનગરપાલિકાએ શહેરના સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કાર માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરી દીધું છે. આ માટે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર અંતિમ સંસ્કાર માટે સ્થાન અને સમય નક્કી કર્યા બાદ ટોકન નંબર આપવામાં આવશે.

બેંગલુરુ મહાનગરપાલિકાએ સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કાર માટે ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું

author img

By

Published : May 15, 2021, 10:00 AM IST

  • બેંગલુરુમાં અંતિમ સંસ્કાર માટે ઓનલાઈન બુકિંગ કરાવવું પડશે
  • બેંગલુરુ મહાનગરપાલિકાએ ઓનલાઈન બુકિંગ સેવા શરૂ કરી
  • અંતિમ સંસ્કાર માટે સ્થાન અને સમય નક્કી કર્યા બાદ ટોકન નંબર અપાશે

બેંગલુરુઃ તમે ઓનલાઈન ટિકિટ બુકિંગ કે ઓનલાઈન બિલ પેમેન્ટ કર્યું હશે, પરંતુ અંતિમ સંસ્કાર માટે ઓનલાઈન બુકિંગ થાય છે તેવું કદાચ નહીં સાંભળ્યું હોય. જી હાં, આવી જ એક સેવા શરૂ કરી છે બેંગલુરુ મહાનગરપાલિકાએ. બેંગલુરુ મહાનગરપાલિકાએ શહેરના સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કાર માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરી દીધું છે. આ માટે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર અંતિમ સંસ્કાર માટે સ્થાન અને સમય નક્કી કર્યા બાદ ટોકન નંબર આપવામાં આવશે.

આ પણ વાંચોઃ અલવરમાં પુત્રીઓએ માત્ર 45 મિનિટમાં જ ગુમાવી માતા-પિતાની છત્રછાયા

શું છે મામલો?

રાજ્ય સરકારે BBMP એટલે કે બૃહદ બેંગલુરુ મહાનગરપાલિકા હેઠળ આવનારા સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કારની વ્યવસ્થા ઓનલાઈન કરવાનો નિર્ણય કર્યો છે. BBMP હેઠળ શહેરના 18 સ્મશાનગૃહ આવે છે. આ તમામ સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટે ઓનલાઈન બુકિંગ કરવું પડશે. મૃતદેહને સ્મશાન સુધી પહોંચવા માટે એમ્બુલન્સ અને પછી અંતિમ સંસ્કાર માટે કોઈ પૈસા લેવામાં નહીં આવે.

આ પણ વાંચોઃ શું લાકડાની અછતને કારણે અંતિમ સંસ્કાર મોંઘા થઈ ગયા છે?

કર્ણાટકમાં દરરોજ 500 જેટલા લોકોના મોત થાય છે

કોરોનાની બીજી લહેરનો કહેર કર્ણાટક પર પણ તૂટ્યો છે. અહીં દરરોજ 35થી 40 હજાર કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જ્યારે રોજ સરેરાશ 500 જેટલા લોકોના મોત થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, બેંગલુરુ મહાનગપાલિકાએ શરૂ કરેલી હેલ્પલાઈન નંબર 8495998495 પર ફોન કરી લોકો ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. આ નંબર પરથી જ અંતિમ સંસ્કારનો સમય અને જગ્યા નક્કી કરવામાં આવશે. ત્યારબાદ ટોકન નંબર આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.