બેંગલુરુ: પોલીસે જણાવ્યું હતું કે, હાઇગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં રવિવારે રાત્રે એક 2nd PUC વિદ્યાર્થીએ એપાર્ટમેન્ટના 10મા માળેથી નીચે કૂદીને આત્મહત્યા કરી. મૃતક વિદ્યાર્થીની ઓળખ સંજય નગરની રહેવાસી તરીકે થઈ છે. ચાલુક્ય સર્કલ સ્થિત એચપી એપાર્ટમેન્ટના 10મા માળેથી વિદ્યાર્થીની પાર્ક કરેલી કાર પર નીચે પડી ગઈ હતી. આ બાદ પડી જવાને કારણે ગંભીર રક્તસ્ત્રાવથી તેણીનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: Transport Ministry: 01 એપ્રિલથી જૂની કાર ખરીદવી બનશે મુશ્કેલ
આત્મહત્યા કરવાનો નિર્ણય: જાણવા મળ્યું છે કે, મૃતકના પિતા અરવિંદ સોફ્ટવેર એન્જિનિયર છે અને માતા તેજુ કૌશિક ગૃહિણી છે. દંપતી સંજય નગરમાં રહેતું હતું. મૃતક 2nd PUCમાં અભ્યાસ કરતી હતી. મળતી માહિતી મુજબ, રવિવારે આત્મહત્યા કરવાનો નિર્ણય લેનાર યુવતી એપાર્ટમેન્ટની આસપાસ ફરતી હતી. એચપી એપાર્ટમેન્ટમાં જ્યાં તેણે આત્મહત્યા કરી ત્યાં તેણીનો પરિવાર રહેતો નથી. આ યુવતીનું નામ પ્રક્રિતી છે. પાડોશીઓએ જણાવ્યું હતું કે, જ્યારે આ યુવતી અહીંયા રહેવા માટે આવી હતી એ સમયે બીજા રાજ્યમાંથી અહીંયા આવી હતી. સેન્ટ્રલ ડિવિઝન ડીસીપી શ્રીનિવાસા ગૌડાએ જણાવ્યું હતું કે, સોપિયા કૉલેજમાં અભ્યાસ કરી રહી હતી. પોલીસ આ કેસમાં હજુ તપાસ કરી રહી છે. ક્યા કારણોસર તેમણે આવું કર્યું છે એ અંગે હજુ કંઈ જાણવા મળ્યું નથી. આ કેસમાં પોલીસે એના રૂમ તથા બીજા મિત્રોની તપાસ કરી લીધી છે. આ યુવતીનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે. પાડોશીએ જણાવ્યું હતું કે, એ સવારે રૂમમાં જ હતી. પછી તેમણે આ પ્રકારનું પગલું ભર્યું હતું. જોકે, આ કેસ સામે આવતા સમગ્ર સિટીમાં આ આત્મહત્યાની ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો: UP News: એક્સપ્રેસ વે પર બસ પલટતા 3ના લોકોના થયા મૃત્યુ, 22 ઇજાગ્રસ્ત
કારણ હજુ અકબંધ: પોલીસે કહ્યું કે, આત્મહત્યા કરતા પહેલા તેણીએ બાજુના બીજા એપાર્ટમેન્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એવી માહિતી છે કે, ગાર્ડએ તેને અંદર જવા દીધી ન હતી. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. તપાસ ચાલી રહી છે, આ અંગે હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.