ગ્રાહક બાબતો અને સ્વ-સહાય અને સ્વરોજગાર પ્રધાનની સ્થિતિ ખૂબ જ ગંભીર
પાંડેની સારવાર માટે ચાર સભ્યોની મેડિકલ ટીમની રચના
બેભાન હાલતમાં શુક્રવારે મોડી રાત્રે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
કોલકાતા: પશ્ચિમ બંગાળના પ્રધાન સાધન પાંડે (sadhan pande) ને ફેફસાના ગંભીર ચેપ (lung infection) ને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીએ આજે શનિવારે આ માહિતી આપી હતી.
પાંડેને છાતીમાં દુ:ખાવો અને શ્વાસની તકલીફ
તેમણે કહ્યું કે, ગ્રાહક બાબતો અને સ્વ-સહાય અને સ્વરોજગાર પ્રધાનની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તેમને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, પાંડેને છાતીમાં દુ:ખાવો અને શ્વાસની તકલીફ બાદ બેભાન હાલતમાં શુક્રવારે મોડી રાત્રે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મિલ્ખા સિંહને ફરી એક વાર હોસ્પિટલમાં દાખલ
પાંડેનું ઓક્સિજનનું સ્તર ખૂબ ઓછું
દરમિયાન હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, પાંડેનું ઓક્સિજનનું સ્તર ખૂબ ઓછું છે અને ડોકટરો સતત તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, પાંડેની સારવાર માટે ચાર સભ્યોની મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે. પાંડે પહેલાથી જ અનેક ગંભીર રોગોથી પીડિત છે.
આ પણ વાંચો: 108 મારફતે જ હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયાનો નિર્ણય થયો રદ્દ