- બઠિંડાના બંગી નગરમાં રહેતી છિન્દર પાલ કૌરની પહેલ
- ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે
- ઓટો રિક્ષા હપ્તા પર લઈ શરુ કરી રોજગારી
બઠિંડાઃ વર્તમાન સમયમાં મહિલાઓ પુરુષો સાથે ખભાતા ખભા મેળવીને કામ કરી રહી છે. અને પોતાની અલગ ઓળખ બનાવી રહી છે. પંજાબના બઠિંડાના બંગી નગરમાં રહેતી છિન્દર પાલ કૌર દ્વારા આ હકીકત સાબિત થઈ છે. પોતાની રોજી-રોટી ચલાવવા ઓટો રીક્ષા ચલાવે છે. ચાલો જાણીએ છિન્દર કૌરની વાર્તા તેના પોતાના જ શબ્દોમાં...
છિંદર પાલ કૌરે હપતા પર ઓટો રિક્ષા ખરીદી રોજગારી શરુ કરી
છિંદર પાલ કૌરે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, મારા લગ્ન થયા ત્યારે મારા પતિ મને માર મારી ત્રાસ આપતા હતા, તેથી મેં તેમનાથી છૂટાછેડા લીધા હતા અને 8 મહિનાની પુત્રી સાથે પાછી ફરી હતી. મારે 2 પુત્ર અને 2 પુત્રીઓ છે, હવે મારા 3 બાળકો નથી રહ્યા. મેં 12-13 વર્ષ દૈનિક શ્રમિક તરીકે મજૂરી કામ કર્યું, પછી ઢાબા ચલાવ્યો, જૂસ વેંચ્યું પણ મારી આંગળી કપાઈ ગઈ હોવાથી હું ફરી બેરોજગાર થઈ હતી. 2 વર્ષ બેરોજગાર રહ્યા બાદ મેં ઓટો રિક્ષા ચલાવી પગભર થવાનું વિચાર્યુ. આ પછી મેં હપતા પર ઓટો રિક્ષા ખરીદી હતી. પરંતુ લોકડાઉનને કારણે હપ્તા ચૂકવવામાં અસમર્થ રહી હતી.
મહિલાઓ માટે યોગ્ય સમય ન હોવાથી પુરુષોનો પોશાક અપનાવ્યો
છિંદર પાલ કૌરે પુરુષનો પોશાક ધારણ કરી રિક્ષા ચલાવવાનું કામ શરુ કર્યુ. ETV BHARAT સાથે વાતચીત કરતા તેમણે જમાવ્યુ કે આ સમય મહિલાઓ માટે યોગ્ય ન હોવાથી હું પુરુષો જેવા કપડા પહેરુ છુ. રાત્રે પેસેન્જરો સાથે જવું પડે છે, લોકો મારી મજાક ઉડાવે છે. જ્યારે હું પુરૂષના કપડા પહેરી વાહન ચલાવું છું, ત્યારે કોઈ પણ સ્ત્રી મારી સાથે યાત્રા કરતી નથી અને પુરુષો મને ખરાબ રીતે જોઈ છે. હું સરકારને કે કોઈને વિનંતી કરું છું કે, જો મને મદદ કરે તો હું વધુ કમાણી કરી શકું છું.
આ પણ વાંચોઃ ઓડિશાની યુટ્યુબર મહિલાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, 22 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ
છિંદર પાલ કૌરની હિંમતને સલામ
ગરીબી અને આર્થિક સંકડામણ છતાં છિંદર પાલ કૌર લોકોને હિંમતથી જીવન જીવવા માટેની પ્રેરણા આપે છે. ETV BHARAT છિંદર પાલ કૌરની હિંમતને સલામ કરે છે અને સરકાર અને સામાજિક કાર્યકરોને, દાન કરનારા સજ્જનોને પણ છિંદર પાલ કૌરને મદદ કરવા અપીલ કરે છે.