ભારત સરકાર શેઠ મુજીબુર રહેમાનને વર્ષ 2020નો ગાંધી શાંતિ પુરસ્કાર આપશે - એવોર્ડ બંગબંધુ શેઠ મુજીબુર રહેમાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધી શાંતિ પુરસ્કાર 2020ની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ શાંતિ અને અહિંસાને પ્રોત્સાહન આપતા લોકોને સન્માન આપવા માટે આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2020નો આ એવોર્ડ બંગબંધુ શેઠ મુજીબુર રહેમાનને આપવામાં આવશે.
- વર્ષ 2019નો પુરસ્કાર ઓમાનના સુલતાનને આપવામાં આવ્યો હતો
- ગાંધી શાંતિ પુરસ્કારથી સંબંધિત જૂરીની અધ્યક્ષતા વડાપ્રધાન મોદીએ કરી
- જ્યુરીની બેઠકમાં યોગ્ય વિચાર-વિમર્શ પછી લીધો નિર્ણય
નવી દિલ્હી: વર્ષ 2020નો ગાંધી શાંતિ પુરસ્કાર બંગબંધુ શેઠ મુજીબુર રહેમાનને આપવાની ઘોષણા કરવામાં આવી હતી. સંસ્કૃતિ મંત્રાલયે આ માહિતી આપી. મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત સાથેના તેમના સંબંધોને વધુ મજબૂત કરવા અને ગલ્ફ ક્ષેત્રમાં શાંતિ અને અહિંસાને પ્રોત્સાહન આપવા માટેના તેમના પ્રયત્નોને માન્યતા આપવા વર્ષ 2019ના ગાંધી શાંતિ પુરસ્કારને ઓમાનના સ્વર્ગસ્થ સુલતાન કબુસ બિન સૈદ અલ સૈદને આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021: વિજેતા થયેલા 32 બાળકો સાથે વડાપ્રધાને કર્યો વાર્તાલાપ
મહાત્મા ગાંધીની 125મી જન્મજયંતિએ પુરસ્કારની સ્થાપના
ભારત સરકાર દ્વારા વર્ષ 1995માં મહાત્મા ગાંધીની 125મી જન્મજયંતિ પર ગાંધી શાંતિ પુરસ્કારની સ્થાપના કરવામાં આવેલી છે. આ એવોર્ડ રાષ્ટ્રીયતા, જાતિ, ભાષા, નસ્લ, પંથથી આગળની ઉત્કૃષ્ટ સેવાઓ માટે આપવામાં આવે છે. ગાંધી શાંતિ પુરસ્કારથી સંબંધિત જ્યુરીની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી અને તેમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાના 2 પૂર્વ અધિકારી અને લોકસભાના સૌથી મોટા વિપક્ષી પાર્ટીના નેતા હોય છે.
આ પણ વાંચો: રાજ્યના ગૃહ વિભાગની ઇ-ગુજકોપ એપ્લિકેશનને દેશમાં પ્રથમ પુરસ્કાર એનાયત થયો
જ્યુરીની બેઠકમાં યોગ્ય વિચાર-વિમર્શ
એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, 19 માર્ચ, 2021ના રોજ યોજાયેલી આ જ્યુરીની બેઠકમાં યોગ્ય વિચાર-વિમર્શ પછી, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાન અને ઓમાનના લાંબા સમયના શાસક સુલતાન કબુસને સર્વસંમતિથી એવોર્ડ માટે ચૂંટાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, બંગબંધુ માનવાધિકાર અને સ્વતંત્રતાના હિમાયતી હતા અને તેઓ ભારતીયો માટે નાયક પણ હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, બંગબંધુની પ્રેરણાએ બંને દેશોનો વારસો વધુ વિસ્તૃત અને ગહન બનાવ્યો અને બંગબંધુએ બતાવેલા માર્ગને છેલ્લા દાયકામાં, બંને દેશોની ભાગીદારીએ પ્રગતિ અને સમૃદ્ધિનો મજબૂત પાયો નાખ્યો છે.