શારજાહ : બાંગ્લાદેશની ટીમ આજે મંગળવારે એશિયા કપ 2022માં (Asia Cup 2022) અફઘાનિસ્તાન સામે T20 ફોર્મેટમાં પોતાનો રેકોર્ડ સુધારવાની કોશિશ કરશે. પ્રથમ મેચમાં શ્રીલંકાના બેટ્સમેનો અફઘાનિસ્તાનના ઝડપી બોલરો સામે ટકી શક્યા ન હતા. બીજી તરફ, શાકિબ અલ હસનની આગેવાની હેઠળની બાંગ્લાદેશ ટીમ, ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમી રહી છે, તે આ ફોર્મેટમાં પોતાનો રેકોર્ડ સુધારવા માંગે છે. ગયા વર્ષના વર્લ્ડ કપથી લઈને અત્યાર સુધીમાં આ ફોર્મેટની કપ્તાનીમાં 13માંથી માત્ર 2 મેચ જ બાંગ્લાદેશ જીતી શક્યું છે.
મહેદી હસનનું નિવેદન : શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં, અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકી અને નવીનુલ હકે, શ્રીલંકાના દાવની કમર તોડી નાખી હતી અને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર મેહદી હસને કહ્યું કે, અફઘાનિસ્તાન સામેની પ્રથમ મેચ ઘણી મહત્વની રહેશે. તેણે કહ્યું, કોઈપણ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે તે દર્શાવે છે કે, અમે ક્યાં જઈશું અને કેવા પ્રકારનું ક્રિકેટ રમવાના છીએ કારણ કે તે ટીમની દિશા નક્કી કરે છે. વધુમાં જણાવ્યું હતું કે, "જો તે સ્પિનરોને મદદ રૂપ પીચ (વિકેટ) હશે તો તે સારું રહેશે કારણ કે બંને ટીમો પાસે ગુણવત્તાયુક્ત સ્પિનરો છે પરંતુ હું માનું છું કે, જે ટીમ બેટથી સારું પ્રદર્શન કરશે તે મેચ જીતશે."
આ પણ વાંચો : પાકિસ્તાન સામે મળેલી જીત પર હાર્દિક પંડ્યાનું ઇમોશનલ ટ્વિટ
હવામાન વિભાગના જણાવ્યા અનુંસાર : અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ( Bangladesh vs Afghanistan)વચ્ચેની મેચના દિવસે હવામાન એકદમ સ્વચ્છ રહેશે. મંગળવારે શારજાહમાં રાત્રિનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. વરસાદની કોઈ શક્યતા નથી. પવનની સરેરાશ ઝડપ 28 કિમી/કલાકની રહેશે, જ્યારે ભેજ 37 ટકા રહેવાની ધારણા છે.
આ પણ વાંચો : ભારતે આપી પાકિસ્તાનને ધોબી પછાડ, 5 વિકેટે વિજય
બે ટીમો નીચે મુજબ છે.
બાંગ્લાદેશઃ શાકિબ અલ હસન (કપ્તાન), અનામુલ હક, મુશ્ફિકુર રહીમ, અફિફ હુસૈન, મોસાદ્દેક હુસૈન, મહમુદુલ્લાહ, મહેદી હસન, મોહમ્મદ સૈફુદ્દીન, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, નસુમ અહેમદ, સબ્બીર રહેમાન, મેહદી હસન મિરાજ, પરવે હુસૈન, ઈમોન. નુરુલ હસન, તસ્કીન અહેમદ.
અફઘાનિસ્તાન: મોહમ્મદ નબી (કપ્તાન), નજીબુલ્લાહ ઝદરાન, અફસાર ઝાઝાઈ, અઝમતુલ્લા ઓમરઝાઈ, ફરીદ અહેમદ મલિક, ફઝલ હક ફારૂકી, હશમતુલ્લાહ શાહિદી, હઝરતુલ્લાહ ઝાઝાઈ, ઈબ્રાહીમ ઝદરાન, કરીમ જનાત, મુજીબ નજીબ ઉઝાઈ, કરીમ જનાત -ઉલ-હક, નૂર અહેમદ, રહેમાનુલ્લા ગુરબાઝ, રાશિદ ખાન અને સમીઉલ્લાહ શિનવારી.