મહારાષ્ટ્ર: ચંદ્રપુર જિલ્લામાં શનિવારે બલ્લારશાહ રેલ્વે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજનો(Foot Overbridge at Ballarshah Railway Station) એક ભાગ તૂટી પડતાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા (Railway bridge collapsed in Chandrapur Maharashtra) હતા. ઇજાગ્રસ્તમાંથી લગભગ 10 ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે એક લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે.
-
#WATCH | Slabs fall off of a foot over bridge at Balharshah railway junction in Maharashtra's Chandrapur; people feared injured pic.twitter.com/5VT8ry3ybe
— ANI (@ANI) November 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Slabs fall off of a foot over bridge at Balharshah railway junction in Maharashtra's Chandrapur; people feared injured pic.twitter.com/5VT8ry3ybe
— ANI (@ANI) November 27, 2022#WATCH | Slabs fall off of a foot over bridge at Balharshah railway junction in Maharashtra's Chandrapur; people feared injured pic.twitter.com/5VT8ry3ybe
— ANI (@ANI) November 27, 2022
મળતી માહિતી મુજબ: પુલની ઉંચાઈ લગભગ 60 ફૂટ હતી. મતલબ કે તેના પર ચાલતા લોકો આટલી ઉંચાઈ પરથી પડી ગયા. આ અકસ્માતમાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મુસાફરો કાઝીપેટ પુણે એક્સપ્રેસ પકડવા પ્લેટફોર્મ નંબર એકથી પ્લેટફોર્મ નંબર ચાર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. દરમિયાન બ્રિજનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો.ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ફૂટ ઓવર બ્રિજના પ્રી-કાસ્ટ સ્લેબનો એક ભાગ પડી ગયો: અકસ્માતને લઈને મધ્ય રેલવેના CPROઓ શિવાજી સુતારનું નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, નાગપુર ડિવિઝનના બલહારશાહમાં આજે સાંજે લગભગ 5.10 વાગ્યે ફૂટ ઓવર બ્રિજના પ્રી-કાસ્ટ સ્લેબનો એક ભાગ પડી ગયો હતો. કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. CPRO અનુસાર, ગંભીર રીતે ઈજાગ્રસ્તો માટે 1 લાખ રૂપિયા અને સાધારણ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને ઝડપથી સાજા થવા માટે અન્ય હોસ્પિટલમાં ખસેડીને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવી રહી છે.