નવી દિલ્હીઃ સોમવારે દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોનું પ્રદર્શન કરીને 29 દિવસ પૂર્ણ થયા છે. આ પ્રસંગે કુસ્તીબાજોએ પ્રેસ કોન્ફરન્સ યોજીને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નાર્કો ટેસ્ટ અંગેના નિવેદનનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, આપણે બધા નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છીએ, પરંતુ આ ટેસ્ટ લાઈવ હોવો જોઈએ જેથી આખો દેશ તેને જોઈ શકે.
કુસ્તીબાજોએ સ્વિકારી માંગ : રેસલર બજરંગ પુનિયાએ કહ્યું, 'અમે આ ટેસ્ટ માટે તૈયાર છીએ અને તે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ હોવી જોઈએ. આ સાથે જે યુવતીઓએ ફરિયાદ આપી છે તેનો પણ નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે કહ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહને સ્ટાર તરીકે રજૂ ન કરવો જોઈએ. આ સાથે એ પણ સમજવું જોઈએ કે તેણે આગળ આવીને નાર્કો ટેસ્ટ કરાવવાની વાત કહી છે કારણ કે અમે આ વાત પહેલા જ કહી ચુક્યા હતા.
એક મહિનાથી પ્રદર્શન યથાવત્ત : બીજી તરફ મહિલા રેસલર સાક્ષી મલિકે કહ્યું કે, અમને અહીં પ્રદર્શન કર્યાને એક મહિનો થઈ ગયો છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વિરોધને એક મહિનો પૂરો થવા પર, અમે મંગળવારે સાંજે 5 વાગ્યે ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢીશું. અમે કહીએ છીએ કે નવી સંસદના ઉદ્ઘાટન પહેલા મહિલા સાંસદોએ બેઠક યોજીને કુસ્તીબાજો માટે અવાજ ઉઠાવવો જોઈએ. રવિવારે સાંજે બીજેપી સાંસદ અને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે ફેસબુક પર લખ્યું કે તેઓ નાર્કો ટેસ્ટ માટે તૈયાર છે પરંતુ ખેલાડીઓએ પણ નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. જે બાદ કુસ્તીબાજોએ આજે આ પત્રકાર પરિષદ યોજી હતી.
Wrestlers Protest: SIT સમક્ષ હાજર થયા બ્રિજ ભૂષણ, કહ્યું- મારા પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે
Wrestlers Protest: જંતર-મંતર પર કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, સોમનાથ ભારતી સહિત અનેકની અટકાયત