ETV Bharat / bharat

મુસ્લિમ નેતાની હત્યા કરવાની યોજના ઘડનાર બજરંગ દળના 13 લોકોની ધરપકડ - બજરંગ દળ દ્વારા બિન-હિન્દુ નેતાની હત્યાની યોજના

20 ફેબ્રુઆરીએ કર્ણાટકના શિવમોગામાં હર્ષની સ્મશાન યાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ ત્યાં તોફાનો ફાટી નીકળ્યા હતા. હાલ, પોલીસે બજરંગ દળના કાર્યકર હર્ષની હત્યાનો (Bajrang Dal worker Harsha murder case) બદલો લેવા અન્ય ધર્મના નેતાની હત્યાનું કાવતરું ઘડનારા 13 લોકોની ધરપકડ કરી છે.

મુસ્લિમ નેતાની હત્યા કરવાની યોજના ઘડનાર બજરંગ દળના 13 લોકોની ધરપકડ

author img

By

Published : Apr 17, 2022, 3:49 PM IST

શિવમોગા: બજરંગ દળના કાર્યકર હર્ષની હત્યાના બદલામાં અન્ય ધર્મના નેતાની હત્યાનું કાવતરું ઘડનારા 13 લોકોની પોલીસે ધરપકડ કરી છે. 20 ફેબ્રુઆરીએ હર્ષની હત્યા (Bajrang Dal worker Harsha murder case) બાદ શિમોગામાં હંગામો થયો હતો. હર્ષની સ્મશાન યાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હંગામામાં એક પત્રકાર પર હુમલો (assault on journalist) થયો હતો. આ અંગે પત્રકારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે ફરિયાદના આધારે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : કોન્ટ્રાક્ટરના મૃત્યુ કેસમાં કર્ણાટકના પ્રધાન ઈશ્વરપ્પાએ રાજીનામું આપ્યું

મર્ડરના પ્લાનનો ખુલાસોઃ પોલીસે પત્રકારો પરના હુમલાની તપાસ શરૂ કરી ત્યારે તેમણે સૌથી પહેલા વિશ્વાસ ઉર્ફે જેટલીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તેણે અન્ય ધર્મના નેતા અલાઉદ્દીનની હત્યા કરવાની યોજના બનાવી હતી. આ બાદમાં વિશ્વાસ સાથે પોલીસે 12 લોકોની ધરપકડ કરી હતી. આ તમામે હત્યાનું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાકેશ, વિશ્વાસ ઉર્ફે જેટલી, નીતિન ઉર્ફે વાસને, યશવંત ઉર્ફે બેંગ્લોર, કાર્તિક ઉર્ફે કટ્ટે, આકાશ ઉર્ફે કટ્ટે, પ્રવીણ ઉર્ફે કુલદા, સુહાસ ઉર્ફે અપ્પુ, સચિન રોયકર, સંગીત ઉર્ફે દિત્તા, રઘુ ઉર્ફે બોંડા અને મંકાહુલ ઉર્ફે કટ્ટેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : કર્ણાટક: મુસ્લિમ વેપારીઓની દુકાનમાં તોડ-ફોડ, ફળોને પણ માઠું નુકસાન

ફોનમાં ષડયંત્રના પુરાવા મળ્યા : ધરપકડ કરાયેલા સચિન રોયકર બજરંગ દળનો કાર્યકર અને હર્ષ ચેરીટેબલ ટ્રસ્ટનો સેક્રેટરી છે. ધરપકડ કરાયેલા તમામ લોકો સીગેહટ્ટીના કેરે દુર્ગમના કેરીના રહેવાસી છે. આ બધા હર્ષના મિત્રો છે. હાલ આ તમામની પોલીસ પૂછપરછ કરી રહી છે. તેનો ઈરાદો હર્ષની હત્યાનો બદલો લેવા માટે અન્ય ધર્મના નેતા અલાઉદ્દીનની હત્યા કરીને કોમી રમખાણો ઉશ્કેરવાનો હતો. એસપી લક્ષ્મીપ્રસાદે કહ્યું કે, તેમના ફોનની તપાસમાં પણ આ ષડયંત્રના પુરાવા મળ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.