- યોગ દિવસ પર બાબા રામદેવએ યાદ કર્યા નેહરુને
- રામદેવે જવારલાલ નહેરુની તસવીર પોસ્ટ કરી
- જવારલાલ નહેરુ શિર્ષાસન કરતા જોવા મળ્યા
હૈદરાબાદ: 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ(International yoga day)ની ઉજવણી કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, યોગ તમને સ્વસ્થ બનાવે છે. જો તમે રોજ યોગ કરો છો, તો રોગો તમારાથી દૂર રહેશે. યોગ દિવસના દિવસે બાબા રામદેવ ટીવી ચેનલો પર યોગા કરતા અને યોગના ફાયદાઓની ગણાવતા જોવા મળ્યા હતા. સોમવારે મોડી સાંજે બાબા રામદેવે નેહરુની તસવીર ટ્વીટ કરી હતી.
નહેરુએ બાબા રામદેવને યાદ કર્યા
યોગ ગુરુ બાબા રામદેવે દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની તસવીર ટ્વીટ કરી હતી. તસવીરમાં પંડિત નહેરુ શીર્ષાસન કરતા જોવા મળી રહ્યા છે. બાબા રામદેવે લખ્યું, શ્રી નહેરુજી પણ શીર્ષાસન કરતા હતા. ચાલો આપણે યોગના સંદર્ભમાં ગુણદોષો છોડી દઈએ અને એક અવાજમાં કહીએ - યોગ એ બધી માનવતાના કલ્યાણ માટેનો મહાન મંત્ર છે, યોગ એ યુગનો ધર્મ અને સાચો રાષ્ટ્રીય ધર્મ છે!
આ પણ વાંચોઃ LIVE: વિશ્વ યોગ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન
નહેરુનું નામ પહેલાં લીધું પણ ...
યોગગુરુ બાબા રામદેવે પંડિત નહેરુનો અગાઉ પણ ઘણી વાર ઉલ્લેખ કર્યો હતો પરંતુ હંમેશા કોંગ્રેસ અથવા નહેરુ ગાંધી પરિવારને નિશાન બનાવ્યો હતો. તે પંડિત નહેરુ, ઇન્દિરા ગાંધી અથવા રાહુલ ગાંધી હોય, જ્યારે પણ બાબા રામદેવે નહેરુનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમણે નિશાન સાધ્યું, પરંતુ કદાચ આ પહેલીવાર છે જ્યારે આ રીતે નેહરુનો ઉલ્લેખ કરવામાં આવ્યો. હવે બાબાની આ પ્રશંસા પાછળ કોઈ રાજકીય ઉદ્દેશ છે કે, બીજું કંઇ તે આગામી સમયમાં જ જાણવા મળશે.