નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કોઈપણ ભારતીય એરપોર્ટની (aviation ministry) આસપાસના વિસ્તારમાં એરક્રાફ્ટ પર લેસર લાઇટ 'ફ્લેશ' કરનારાઓ સામે પોલીસ કાર્યવાહીનો પ્રસ્તાવ મૂક્યો છે. 6 જુલાઈના રોજ એક નોટિફિકેશનમાં (Police action on shining laser light on the plane ) મંત્રાલયે એરક્રાફ્ટ રૂલ્સ, 1937માં સુધારાની માંગ કરી છે. તેમાં પ્રસ્તાવ છે કે જો લેસર લાઇટનો (laser light on plane) ઉપયોગ કરનાર વ્યક્તિની ઓળખ થાય છે, તો તેને પહેલા કેન્દ્ર સરકારના અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવશે.
આ પણ વાંચો: એકબીજાની મરજીથી બે વ્યક્તિઓ વચ્ચે બંધાયેલા શારીરિક સંબંધોને કુકર્મ ન માની શકાયઃ હાઈકોર્ટ
પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવશે: જો આવી વ્યક્તિ નોટિસ મળ્યાના 24 કલાકની અંદર લેસર લાઇટ બંધ નહીં કરે, તો કેન્દ્ર સરકારને તેને બંધ કરવા માટે પગલાં લેવાની સત્તા આપવામાં આવશે અને તે હેઠળ પગલાં લેવા માટે સંબંધિત પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવશે. ભારતીય દંડ સંહિતા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, જો એરપોર્ટની આસપાસ લેસર લાઈટનો ઉપયોગ કરનાર વ્યક્તિની ઓળખ ન થઈ શકે તો, અસરગ્રસ્ત એરલાઈન ઓપરેટર અથવા એરપોર્ટ ઓપરેટર આઈપીસી હેઠળ કાર્યવાહી કરવા માટે સંબંધિત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવી શકે છે.
આ પણ વાંચો: સૌરવ ગાંગુલીએ લંડનની સુમસામ ગલીઓમાં મનાવ્યો જન્મદિવસ, દિકરી સાથે દિલ ખોલીને ઝુમ્યાં
ટ્રાફિક કંટ્રોલરને ફરિયાદ: ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, હિતધારકો અને સામાન્ય લોકો 6 ઓગસ્ટ સુધી એરક્રાફ્ટ નિયમો, 1937 માં આ પ્રસ્તાવિત સુધારાઓ પર તેમના સૂચનો આપી શકે છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં દુર્ગા પૂજા દરમિયાન ઘણા પાયલટોએ કોલકાતા એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલરને ફરિયાદ કરી હતી કે, જ્યારે તેમના વિમાનો ઉતરી રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન ભટકાઈ રહ્યું હતું.