હૈદરાબાદ : ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદ મામલાની (Gyanvapi mosque row) વચ્ચે મહારાષ્ટ્રમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરને (Aurangzeb tomb closed) લઈને પણ રાજકીય તાપમાન વધ્યું છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ (ASI ) મકબરાને પાંચ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બે દિવસ પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રવક્તા ગજાનન કાલે સહિત અનેક નેતાઓએ સ્મારક પર સવાલ ઉઠાવ્યા હતા.
આ પણ વાંચો : જ્ઞાનવાપી વિવાદ: રિપોર્ટમાં મસ્જિદની દિવાલ પર શેષનાગનો ઉલ્લેખ, દેવતાઓની આર્ટવર્ક
ASI દ્વારા આ કાર્યવાહી : અહેવાલ છે કે, ઔરંગાબાદના ખુલોટાબાદ વિસ્તારમાં એક મસ્જિદ સમિતિએ સ્થળને તાળા મારવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ASI દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મનસેના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ સ્મારકને નષ્ટ કરવાની મંજૂરી આપવી જોઈએ, ત્યારથી ASI એ વધારાના ગાર્ડ તૈનાત કર્યા હતા.
મસ્જિદ કમિટી દ્વારા જગ્યા બંધ કરવાનો પ્રયાસ : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઔરંગાબાદના પોલીસ અધિકારીએ કહ્યું કે, 'પહેલા મસ્જિદ કમિટીએ આ જગ્યાને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે તેને ખોલી દીધો છે. અમે આગામી પાંચ દિવસ માટે સમાધિ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 'અમે પરિસ્થિતિની સમીક્ષા કરીશું અને નક્કી કરીશું કે તેને આગામી પાંચ દિવસ સુધી ખોલવી કે બંધ રાખવી.' મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે પણ કહ્યું હતું કે, "રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર ન થાય તે માટે મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર (Tomb of Mughal Emperor Aurangzeb) 5 દિવસ સુધી બંધ રહેશે."
આ પણ વાંચો : જ્ઞાનવાપી વિવાદ: વાદી પક્ષ સહિત સરકારી એડવોકેટની અરજી પર આજે કોર્ટ કરશે સુનાવણી
ઓવૈસીના ગયા બાદ વિવાદ : ખાસ વાત એ છે કે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના (All India Majlis-e-Ittehadul Muslimeen) નેતા અકબરુદ્દીન ઓવૈસી આ મહિને કબર પર પહોંચ્યા હતા. AIMIM નેતાની મુલાકાતની શિવસેના દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી, જે રાજ્યના શાસક ગઠબંધન મહા વિકાસ અઘાડીનો ભાગ છે. ઓવૈસીની ટીકા કરનારાઓમાં રાજ ઠાકરેની આગેવાનીવાળી MNS પણ સામેલ છે.