મહારાષ્ટ્ર- નાસિકઃ મહારાષ્ટ્ર નાશિકના સિનર (Stunt with Snake Nasik) તાલુકામાં એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં એક વ્યક્તિ સાપ સાથે કોબ્રા સાથે સ્ટંટ કરી રહ્યો હતો. અતિ ઝેરી ગણાતા કોબ્રા સાપે વ્યક્તિના હોઠ પર ડંખ મારી લીધો હતો. આ વ્યક્તિનું નામ નાગેશ (kiss the snake ) ભાલેરાવ હતું. જે એક વર્કશોપમાં કામ કરતો હતો. શુક્રવારે એક જગ્યાએથી કોબ્રા સાપ પકડાયો હતો. જેને પછીથી સિન્નર કૉલેજની સામે આવેલા કેફેમાં લઈ આવવામાં આવ્યો હતો. સાપ લાવનાર કેફે માલિક નાગેશનો મિત્ર હતો. નાગેશ પણ પોતાના અન્ય મિત્રો સાથે કેફે પર એ પોતાના મિત્રોને લઈ ગયો હતો. પછી સાપ સાથે સ્ટંટ કરવા જતા સાપે નાગેશના હોઠ પર ડંખ માર્યો હતો.
બેભાન થયોઃ આ સ્ટંટ કરવા જતા નાગેશ ઘટના સ્થળે જ બેભાન થઈ ગયો હતો. તેના મિત્રોને આ વાતની જાણ થતાં જ તેઓએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી. તેને નાસિક જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેતું દાખલ કર્યો. પરંતુ સાપનું ઝેર આખા શરીરમાં ફેલાઈ જતાં સારવાર દરમિયાન નાગેશનું મોત થયું હતું. શોકમય વાતાવરણમાં નાગેશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આમ એક સ્ટંટ કરવા જતા વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે. જેના કારણે એના જ ઘરના પરિવારને કાયમી ખોટ ખાવાનો વારો આવ્યો છે. જોકે, આ પ્રકારના જોખમ લેવા